શિક્ષા વિભાગ ના સહાયક નિરીક્ષક શ્રી પારિતોષ. વી શુક્લા જી એ સાંસદ જી ના રજુવાત ને માનભેર માન્ય રાખી ફરી થી દિવાળી ની રજાઓને લંબાવવાનો આદેશ જારી કર્યો।
દમણ દીવ તથા દાદરા નગર હવેલી પ્રશાસન ના શિક્ષા વિભાગ દ્વારા દિવાળી રજાઓમાં બાદબાકી કરી ૧૦ કે ૧૧ દિવસ કરી હતી તે રજાઓ ને ફરી બહાલ કરવા દમણ અને દીવ ના લોકલાડીલા સાંસદ શ્રી ઉમેશભાઈ બાબુભાઈ પટેલ દ્વારા દિવાળી ની રજાઓની બાદબાકી બાબતે દમણ અને દીવ પ્રશાસન તથા શિક્ષા મંત્રી ને પત્ર પાઠવી રજા ને પૂરેપૂરી જેમકે ૨૨ દિવસ ની ફરીથી કરવા માંગ કરી હતી તેને શિક્ષા વિભાગ ના સહાયક નિરીક્ષક શ્રી પારિતોષ. વી શુક્લા જી એ સાંસદ જી ના રજુવાત ને માનભેર માન્ય રાખી ફરી થી દિવાળી ની રજાઓને લંબાવવાનો આદેશ જારી કર્યો। દમણ અને દીવ ના સાંસદ શ્રી ઉમેશભાઈ પટેલ દ્વારા શિક્ષા વિભાગ સાથે જોડાયેલ શિક્ષકો તથા અન્ય કર્મચારીઓ અને એમના પરિવાર ને દિવાળી પર્વ અને નવું વર્ષ ની હાર્દિક શુભકામનાઓ પાઠવી।
Average Rating