લાયન્સ ક્લબ ઓફ વાપી દ્વારા સમર્પણ જ્ઞાન સ્કુલ ના સહયોગથી આંતર શાળા “શાંતિ પોસ્ટર નિર્માણ “-2024 પ્રતિયોગિતા નુ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બાવીસ જેટલી શાળાઓના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને એમાં વાપીની શ્રી એલ જી હરિઆ મલ્ટિપર્પઝ શાળા ની ધોરણ આઠ ની વિદ્યાર્થીની અર્પિતા શિશાંગિયા એ ગૃપ -3મા “મર્યાદા વિના શાંતિ “વિષય પર પોસ્ટર નિર્માણ કરી પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. શાળા ના મેનેજમેન્ટ અને આચાર્યા શ્રીમતી બીની પૌલે શાળા પરિવાર વતી વિજેતા વિદ્યાર્થીની અને એમની માર્ગદર્શક શિક્ષકો ની ટીમને અભિનંદન પાઠવ્યા।
Average Rating