કરાટેમાં વિવિઘ કેટેગરીમાં કે.બી.એસ કોમર્સ અને નટરાજ પ્રોફેશનલ સાયન્સીસ કોલેજ ઝળકી।
અત્રે ચણોદ સ્થિત કે.બી.એસ કોમર્સ અને નટરાજ પ્રોફેશનલ સાયન્સ કોલેજ વાપીમાં વિદ્યાર્થીઓને શિક્ષણની સાથે વિવિધ રમતમાં પણ વિશેષ તાલીમ આપવામાં આવે છે. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સુરત અંતર્ગત આંતર કોલેજ કરાટે (ગર્લ્સ) સ્પર્ધા ઠાકોરભાઈ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, અંકલેશ્વર દ્વારા આયોજિત વી.એન.એસ.જી.યુ સુરતના કેમ્મસ ખાતે આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં યુનિવર્સિટીની વિવિઘ કોલેજમાંથી મોટી સંખ્યામાં કરાટેબાજોએ ભાગ લઈને સ્પર્ધાને સફળ બનાવી હતી. સદર કોલેજના વિદ્યાર્થીઓએ પણ વિવિધ કેટેગરીમાં ભાગ લઈ ઉત્કષ્ઠ દેખાવ કરતા કરાટે સ્પર્ધામાં સોનલ ચોરસીયાએ સિલ્વર મેડલ મેળવી બની સમગ્ર યુનિવર્સિટીમાં કોલેજનું નામ રોશન કર્યુ છે. આ દરેક કરાટેબાજોને તાલીમ તથા માર્ગદર્શન કોલેજના શારીરિક શિક્ષણના મદદનીશ પ્રાધ્યાપક ડો. મયુર પટેલે તેમજ મદદનીશ શ્રી રોહિત સિંગ દ્વારા પુરુ પાડયુ હતું. આમ સમગ્ર યુનિવર્સિટીમાં કોલેજનું નામ રોશન કરવા બદલ કોલજના આચાર્ય ડૉ. પૂનમ બી. ચૌહાણે તથા ટ્રસ્ટીગણે દરેક વિજેતાઓનો તેમજ પ્રાધ્યાપકનો આભાર વ્યક્ત કરી ભવિષ્યમાં પણ વિજેતા થવા તેમજ કોલેજ અને દેશનું નામ રોશન કરવા માટે શુભેચ્છા પાઠવી હતી।
Average Rating