રોટરી વલસાડ રેન્જર્સ દ્વારા ચેસ ટુર્નામેન્ટ યોજાઈ।

Views: 257
0 0

Read Time:2 Minute, 41 Second

રોટરી ક્લબ ઓફ વલસાડ રેન્જર્સ દ્વારા વિદ્યાર્થીઓમાં રમત ગમત અંગેની રુચિ વધારવાના હેતુથી એક ઓપન ચેસ ટુર્નામેન્ટ યોઅજી હતી. જેમાં અંડર 10, 14, 18, 25 એમ ચાર કેટેગરી માં વિવિધ શાળા અને કોલેજ ના ૩૦૦ જેટલા વિધાર્થીઓએ ભાગ લીધો હતો. આ ટુર્નામેન્ટનું સફળ આયોજન રોટરી ક્લબ ઓફ વલસાડ રેન્જર ના સભ્યો દ્વારા આર્ય સંસ્કાર ધામના સહયોગથી કરવામાં આવ્યુ હતું. જેમાં દરેક વિદ્યાર્થીઓને રિટર્ન ગિફ્ટ માં સ્કૂલ બેગ આર્ય સંસ્કાર ધામ તરફથી આપવામાં આવી હતી. અને વિજેતાઓ માટે કુલ ૧૦૦ ટ્રોફી, મેડલ સર્ટિફિકેટ અને ગિફ્ટ રો. સુનિલ જૈન નાં સહયોગ થી આપવામાં આવી હતી. મુખ્ય મહેમાન તરીકે આર્ય સંસ્કાર ધામ ના શ્રી રમેશભાઈ શાહ અને રશ્મિબેન શાહ અને કાંતા જૈન ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. અંડર ૧૦ માં વિજેતા તરીકે આર્યન સિંહ, ૧૪ માં દૃષ્ટિ પટેલ, ૧૮ માં નિહાલ પટેલ અને ૨૫ માં વિપુલ ઝા વિજેતા બન્યા હતા. જેઓને સ્માર્ટ વોચ, ટ્રોફી સર્ટિફિકેટ અને સ્કૂલ બેગ એમ ચાર ઇનામો આપવામાં આવ્યા હતા. આ પ્રોજેક્ટના પ્રોજેક્ટ ચેર રો. રિતેશ પટેલ અને કો ચેર રો. કુશલ વરૈયા ના જણાવ્યા મુજબ આ સ્પર્ધા માટે મુંબઈ થી લઈ સુરત સુધીના ૩૦૦ થી વધુ વિદ્યાર્થીઓ ભાગ લેવા આવ્યા હતા. આ સ્પર્ધા વલસાડના એકલવ્ય વિરાફ અવારી સરની યાદમાં ટ્રોફી એનાયત કરી એમને ટ્રીબ્યુટ આપવાની ઈચ્છા સાથે કરવામાં આવી હતી. જે માટે રો. સુનિલ જૈન અને રો. ડો. દીપેશ શાહના માર્ગદર્શન સાથે અને રો. ભાવેશ પરીખ, રો. મનોજ ડક, રો. ભાવિન શાહ, રો. રાજેશ પટેલ, રો. દિગંત દેસાઈ, રો. પારસ સોલંકી દ્વારા ભારે જેહમત ઉઠાવવામાં આવી હતી. સફળ આયોજન બદલ પ્રમુખ રો. મનોજ જૈન અને સેક્રેટરી રો ભરત જૈન દ્વારા સૌને અભિનંદન પાઠવવામાં પાઠવવામાં આવ્યા હતા।

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

You may also like