બેટી બચાવો,બેટી પઢાવો અભિયાન અંતર્ગત સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા દૂધની ખાતે ‘લાઇફ સ્કિલ’ થીમ આધારિત વિદ્યાર્થિનીઓ માટે શાળા લેવલ પર રોજિંદા જીવનની વ્યવહારોમાં ઉપયોગી એવા કિચન ગાર્ડનિંગ,રસોઈ અને બનાવવાની રેસિપી,બેઝિક ઈલેક્ટ્રીક નોલેજ ,નાણાકીય સાક્ષરતા,બાળ અધિકાર અને POCSO,પારંપારિક સાંસ્કૃતિ કલાઓ જેવા મહત્વપૂર્ણ વિવિધ વિષયોનાં માર્ગદર્શન માટે વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું।
બેટી બચાવો,બેટી પઢાવો અભિયાન અંતર્ગત સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા દૂધની ખાતે ‘લાઇફ સ્કિલ’ થીમ આધારિત વિદ્યાર્થિનીઓ માટે શાળા લેવલ પર રોજિંદા જીવનની વ્યવહારોમાં ઉપયોગી એવા કિચન ગાર્ડનિંગ,રસોઈ અને બનાવવાની રેસિપી,બેઝિક ઈલેક્ટ્રીક નોલેજ ,નાણાકીય સાક્ષરતા,બાળ અધિકાર અને POCSO,પારંપારિક સાંસ્કૃતિ કલાઓ જેવા મહત્વપૂર્ણ વિવિધ વિષયોનાં માર્ગદર્શન માટે વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શાળાનાં પ્રિન્સીપાલ શ્રી કેતનભાઈ પટેલની ઉપસ્થિતિમાં દૂધની વિસ્તારનાં સ્થાનિક ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ શ્રી સુનિલભાઈ ખાંજોડિયા જેઓ ઈલેક્ટ્રીક વિષયોનાં પ્રશિક્ષક છે હાલમાં દૂધની LED બલ્બથી જાણીતા છે અને સાથે શ્રી શંકરભાઈ દોડિયા 2001નાં SSC ટોપર છે અને ઈલેક્ટ્રીક પ્રશિક્ષક છે. એ બંને શિક્ષિત આદિવાસી યુવાઓએ ઈલેક્ટ્રીક બાબતે બેઝિક માહિતી વિદ્યાર્થીનીઓને પૂરી પાડી હતી. સુનિલભાઈ ખાંજોડિયા અને શંકરભાઈ દોડિયા જણાવે છે કે અમે જે પણ કાઈક શીખ્યા છીએ એનો ઉપયોગ આપણા સમાજને આગળ વધારવા માટે થાય તો અમારા માટે એના જેવી બીજી કોઈ મોટી ખુશી નથી. સુનિલભાઈ ખાંજોડિયા અને શંકરભાઈ દોડિયાને આવા કાર્યો કરતા રહેવા ધન્યવાદ અને શુભેચ્છા
Average Rating