25-09-2022 ને રવિવાર સવારનાં 10 થી 12:30 ના રોજ *સરદારધામ યુવા તેજ-તેજસ્વીની સંગઠન ગઠન અંતર્ગત ભાઈઓ અને બહેનોની સંયુક્ત મિટિંગ* *વાપી* ખાતે રાખવામાં આવી હતી।
25-09-2022 ને રવિવાર સવારનાં 10 થી 12:30 ના રોજ *સરદારધામ યુવા તેજ-તેજસ્વીની સંગઠન ગઠન અંતર્ગત ભાઈઓ અને બહેનોની સંયુક્ત મિટિંગ* *વાપી* ખાતે રાખવામાં આવી હતી જેમાં *વાપી-વલસાડ નાં દરેક સમાજના પદાધિકારીઓ હાજર રહ્યા હતા* યુવાનોની હાજરી પણ ઘણી હતી આ કાર્યક્રમમાં સરદારધામ સુરત દક્ષિણ ગુજરાત કન્વીનર *શ્રી નરશીભાઈ સવાણી* સરદારધામ તેજસ્તિની અને સહ કન્વીનર *હિરલબેન ગોંડલીયા તથા ગીતાબેન બુટાણી* તેમજ સુરત ડિસ્ટ્રિક્ટ કન્વીનર *શ્રી હસમુખભાઈ શિંગાળા* એ હાજરી આપી હતી આ કાર્યક્રમ માં સરદારધામના *પાંચ લક્ષ્ય બિંદુઓ* ને સવિસ્તાર સમજાવવામાં આવ્યા હતા અને સરદારધામ સર્વ સમાજને સાથે લઈને આર્થિક અને શૈક્ષણિક વિકાસયાત્રામાં સમાજના છેવાડાના વ્યક્તિઓને કઈ રીતે જોડી શકાય અને તેની માટે યુવા તેજ- તેજસ્વી સંગઠન અંતર્ગત કરવાના થતા કાર્યોની સવિસ્તાર માહિતી આપવામાં આવી હતી જે દરેક સમાજ ના આગેવાન હોદ્દેદારોએ સ્વીકારી છે અને સરદારધામનાં કાર્યો પોતાના સમાજનાં ઘર-ઘર અને જન-જન સુધી પહોંચાડવામાં યુવાનોને આગળ લાવીને સરદારધામનું જે મિશન છેવાડાના વ્યક્તીઓને જોડવાનું એ વેગવંતુ બનાવવામાં બધી જ રીતે સહકાર આપશે.આ સાથે મીટીંગ માં હાજર *સરદારધામ સ્થાપક ટ્રસ્ટી શ્રી મોતીભાઈ પટેલ* જેઓ ઉત્સાહી અને યુવાનો માટે હંમેશા પ્રેરણના દાઇ કાર્ય કરે છે. એમને એમની જીવનયાત્રાનાં સંઘર્ષ અને સફળતાની વાત કરી હતી અને વાપી-વલસાડના યુવાનો માટે હંમેશા દરેક પ્રકારની મદદ કરવા એમના દ્વાર હંમેશા ખુલા છે એવું આહવાન કર્યું.*સૌરાષ્ટ્ર પાટીદાર સમાજનાં ટ્રસ્ટી અને સલવાવ ગુરુકુલ સંચાલક શ્રી કપીલ સ્વામી* હાજર હતા તેમણે બધી જ વાત ધ્યાનથી સાંભળી અમણે ઉદબોધક પ્રવચનમાં સંગઠનની શક્તિ અને સમાજ વિકાસ માટેના સરદારધામના કાર્યોની સરાહના કરી અને એમણે સમાજના દરેક યુવાનોને આ ભગીરથ કાર્યક્રમમાં જોડવાનું આહવાન કર્યું હતું અને સમાજનાં માતા કે પીતા વિહોણી દિકરીઓને ધોરણ બાર સુધી મફત હોસ્ટેલ સાથે શિક્ષણ આપે છે તેમણે કહ્યું કે આપનાં ધ્યાનમાં સમાજમાં એવું કોઈ જરૂતમંદ હોય તો અમને જાણ કરશો. એ સાથે *સૌરાષ્ટ્ર લેવા પટેલ સમાજનાં પ્રમુખ શ્રી નાનુભાઈ બામરોલીયા* એ મીટીંગ માટે સૌસ્ટ્ર લેવા પટેલ સમાજની વાડી આપી અને ભવિષ્યમાં કોઈ પણ એક્ટિવીટી માટે વાડી સમાજનાં કાર્યો માટે આપવાની ઉત્સુકતા દાખવી જે ખરેખર આપણાં સૌ માટે સારાહનીય કદમ છે.એ સાથે વલસાડનાં એકટીવ યુવા મેંમ્બર *શ્રી અશોકભાઇ કંટારીયા* એ વલસાડમાં ટીમ બીલ્ડ અપ કરવાની જવાબદારી સહર્ષ સ્વિકારી હતી તેમજ *શ્રી સુધીરભાઈ સાવલીયા અને તેમની ટીમે* વાપી ખાતે તેજ-તેજસ્વિની ટીમ સર્વ સમાજનાં સહયોગથી બનાવાવની શરૂઆત કરવાની તૈયારી દાખવી હતી અને *શ્રીમતી સેજલબેન પટેલ* દ્વારા વલસાડ તેજસ્વિની ટીમ બનાવવાની જવાબદારી સહર્ષ સ્વિકારી હતી. આ સાથે *હાજર રહેલા દરેક સભ્યોએ સ્વચ્છાએ જવાબદારી સ્વિકારવાની પહેલ કરી જે યુવાનો નો સમાજ પ્રેમ દર્શાવે છે આવી રીતે દરેક સમાજનાં દરેક વ્યક્તિ જોડાય અને સમાજમાં સામાજીક,શૈક્ષણીક અને આર્થીક ક્રાંતિમાં સહભાગી બનશે તો સમસ્ત પાટીદાર સમાજ એક નવી ઊંચાઈ પર પહોંચતાં વાર નહી લાગે.।
प्लीज लाइक सेयर एण्ड कॅमेन्ट करे।
Average Rating