સલવાવની, શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્વામિનારાયણ ફાર્મસી કોલેજમાં ફાર્મા એન્ટર્પ્રુંનરશીપ માટે એક્સપર્ટ ટોક યોજાયો।
સલવાવની, શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્વામિનારાયણ ફાર્મસી કોલેજમાં ફાર્મા એન્ટર્પ્રુંનરશીપ માટે એક્સપર્ટ ટોક યોજાયોતારીખ: ૨૯/૦૯/૨૦૨૨શ્રી સ્વામિનારાયણ શિક્ષણ સેવા કેન્દ્ર સલવાવ, સંચાલિત શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્વામિનારાયણ ફાર્મસી કોલેજમાં તારીખ:૨૯/૦૯/૨૦૨૨ ના રોજ “Budding Pharmapreuners- An insight to build entrepreuner” ના વિષય ઉપર ગેસ્ટ લેકચરનું આયોજન થયું હતું. જેમાં યુથ ડેવલોપમેન્ટ ફાર્માસ્યુટિકલ એસોસિએશન, અમદાવાદના એમ.ડી. ચેરમેન શ્રી નીતિન રાવલ અને વાઈસ ચેરમેન શ્રી જીતેન્દ્ર રાવલ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમનું સંચાલન સંસ્થાના એકેડેમિક ડિરેકટર ડૉ. શૈલેષ વી. લુહારના માર્ગદર્શન હેઠળ તેમજ કોલેજના આચાર્યશ્રી ડો.સચિન બી. નારખેડે અને કોલેજના એસોસીએટ પ્રોફેસર ડૉ. નેહા ગૌરવ દેસાઈ તેમજ એસોસીએટ પ્રોફેસર ડૉ. કાંતિલાલ બી. નારખેડે ના નેતૃત્વ દ્વારા કરવામાં આવ્યું હતું. શ્રી નીતિન રાવલ એ આ વિષયના સંદર્ભમાં વિદ્યાર્થીઓને ઇનોવેટીવ બીઝનેસ, ફાર્મા એન્ટપ્રુનરશીપ, ચેલેન્જીસ, હાવ ટુ ફેસ થીમ,ઓપર્ચ્યુંનીટી ઇન ફાર્મા ઇન્ડસ્ટ્રીસ જેવા વિવિધ વિષયો ઉપર ઊંડાણ પૂર્વક વિસ્તૃત રસપ્રદ માહિતી આપી વિદ્યાર્થીઓને ઉજાગર કર્યા હતા. ફાર્મા ઉદ્યોગ સતત વિકાસશીલ રહ્યો છે જેની વિવિધ તકો જણાવી વિદ્યાર્થીઓને માહિતગાર કર્યા હતા. તથા યૂથ ડેવલોપમેન્ટ ફાર્માસ્યુટિકલ એસોસિએશન, અમદાવાદ અને શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્વામિનારાયણ ફાર્મસી કોલેજ વચ્ચે M.O.U હસ્તાંતરિત કરવામાં આવ્યું છે. જે વિદ્યાર્થીઓ માટે લાભદાયી અને કોલેજ માટે ગૌરવવંતી બાબત છે. આ કાર્યક્રમના અંતે આસિસ્ટન્ટ પ્રોફેસર શ્રીમતી નેહા એસ. વડગામાએ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.આ આયોજન બદલ શ્રી સ્વામિનારાયણ સંસ્થાના અધ્યસ્થાપક પરમ પૂજ્ય પૂરાણી સ્વામી કેશવચરણદાસજી, મેનેજિંગ ટ્રસ્ટી પરમ પૂજ્ય પૂરાણી સ્વામી કપિલજીવનદાસજી, પૂજ્ય રામ સ્વામીજી, સંસ્થાના ટ્રસ્ટી શ્રી. બાબુભાઈ સોડવડીયા તથા અન્ય ટ્રસ્ટીશ્રીઓ, કેમ્પસ એકેડેમિક ડિરેકટર ડૉ. શૈલેષ વી. લુહાર, કેમ્પસ એડમીન ડિરેકટર શ્રી. હિતેન બી. ઉપાધ્યાય, આચાર્યશ્રી ડો. સચિન બી. નારખેડે અને તમામ સ્ટાફે સૌને અભિનંદન પાઠવ્યા હતા।
प्लीज लाइक सेयर एण्ड कॅमेन्ट करे।
Average Rating