કેબીએસ એન્ડ નટરાજ કોલેજ મોનોએક્ટીંગ સ્પર્ધામાં ઝળકી।

Views: 393
1 0

Read Time:1 Minute, 51 Second

કેબીએસ એન્ડ નટરાજ કોલેજ મોનોએક્ટીંગ સ્પર્ધામાં ઝળકી.વાપી : અત્રે ચણોદ કોલોની સ્થિત કેશવજી ભારમલ સુમેરિયા એન્ડ નટરાજ પ્રોફેશનલ સાયન્સિસ કોલેજ, વાપીમાં વિઘાર્થીઓને શિક્ષણ, રમત-ગમત સાથે તેમની અંદર રહેલ આંતરીક શક્તિઓને પ્રોત્સાહિત કરી વિકસિત કરવા માટે વિવિઘ સેમીનારો, હરીફાઈઓ તેમજ તાલીમો પૂરી પાડવામાં આવે છે. રાષ્ટ્રીય સેવા યોજના(N.S.S.) હેઠળ ગુજરાત રાજ્યકક્ષાએ N.S.S. ના ફાઉન્ડેશનના દિવસે વિવિધ સ્પર્ધાઓનું આયોજન હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી પાટણ ખાતે કરવામાં આવ્યુ હતું. આ સ્પર્ધા વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સુરત સંલગ્ન સદર કોલેજના N.S.S. યુનિટનો વિધાર્થી રાજેશ સોનાર (S.Y.B.Com) એક પાત્રીય અભિનયમાં ભાગ લઈ તૃતીય સ્થાન પ્રાપ્ત કર્યું હતું. આ સ્પર્ધાની તાલીમ તેમજ માર્ગદર્શન કોલેજના N.S.S. યુનિટના પ્રોગ્રામ કો-ઓર્ડિનેટર કુમારી ખુશ્બ દેસાઈએ પુરુ પાડ્યુ હતું. આમ ગુજરાત રાજ્ય કક્ષાએ કોલેજનું નામ રોશન કરવા બદલ કોલેજના આચાર્ય ડો. પૂનમ બી. ચૌહાણે વિજેતા, માર્ગદર્શકનો આભાર વ્યકત કરી જીવનમાં આગળ વધવાની શુભેચ્છા પાઠવી હતી।

प्लीज लाइक सेयर एण्ड कॅमेन्ट करे।

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

You may also like