અથર્વ વેદની પંક્તિ છે“કૃતં મે દક્ષિણે હસ્તે, જ્યો મે સત્ય આહિત:”।

Views: 385
1 0

Read Time:3 Minute, 5 Second

અથર્વ વેદની પંક્તિ છે“કૃતં મે દક્ષિણે હસ્તે, જ્યો મે સત્ય આહિત:”અર્થાતમારા જમણા હાથમાં કર્મ છે અને મારા ડાબા હાથમાં વિજય રહેલો છે. આવી સુંદર વિચારાધારા, સક્ષમ સંકલ્પ શક્તિ તેમજ પોલાદી મનોબળ ધરાવતા ફૂલગુલાબી વ્યક્તિત્વના માલિક શ્રી શાંતિલાલ શાહ (મામા) નો જન્મ ૧૯.૦૨.૧૯૪૮ માં જામનગર માં થયો હતો. વાપીને કર્મભૂમી બનાવનાર અગ્રણી ઉધોગપતિ સરળ, સંસ્કારી, સેવાભાવી, મિલનસાર, સદાય હસ્તા- હસાવતા, નિ:સ્વાર્થભાવે લોકોની મદદ કરનાર એવા તેમના ઉમદા સ્વભાવના લીધે જ વ્યક્તિ, સમાજ અને દેશના વિકાસમાં તેમનો સિંહફાળો રહ્યો છે. પ્રેમાળ પતિ અને પિતાનું કુટુંમ્બના વિકાસની સાથે ધાર્મિક, સામાજીક શૈક્ષણિક, સાંસ્કૃતિક જેવા વિવિધ ક્ષેત્રમાં તેમનું અમુલ્ય યોગદાન રહેલુ છે. વ્યક્તિ વિકાસમાં શ્રી કૌશિક હરિયા ટેકનીકલ ઈન્સ્ટીટ્યુટ, વાપી તથા અન્ય ઘણી સંસ્થાઓમાં પણ આર્થીક રીતે તેમજ સાધન સામગ્રી પૂરી પાડીને તેમણે ઉમદા સેવા બજાવી હતી. વાપી તેમજ આજુ-બાજુના વિસ્તારની દિકરીઓ તેમજ વિધાર્થીઓએ ઉચ્ચ શિક્ષણ વાપીમાં જ મળી રહે તે માટે કેબીએસ કોમર્સ એન્ડ નટરાજ પ્રોફેશનલ સાયંસિસ કોલેજ વાપીમાં પ્રવિણા શાંતિલાલ શાહ ના નામથી P.G. (M.Sc. Microbiology, M.Sc. Chemistry & M.Com) અભ્યાસક્રમ શરૂ કરવા માટે અગ્રેસરનુ યોગદાન રહેલુ છે.માણસની પાસે કામ કરાવનાર બળ, તેનુ ધ્યેય હોય છે. જેમ એ ધ્યેય દ્રઢ અને ઉમદા હોય તેમ એ માણસ પાસે વધારે કામ કરાવી શકે.જે માણસનો આત્મા વિકાસ છલોછલ હોય અને પોતાના કામની સફળતાની આશા હોય એજ માણસ વ્યક્તિ અને સમાજને પ્રેરણા આપી શકે છે. એવા ધ્યેયનિષ્ઠ કર્મઠ અને પ્રેરણામૃત વ્યક્તિ એવા શ્રી શાંતિલાલ શાહ…જન્મભુમી, કર્મભુમીમાં સેવા બજાવતા વિવિધ સામાજીક ગ્રુપોમાં આંતરાષ્ટ્રીય ક્ષેત્રે પણ અગ્રણી લીડરશીપ સાથે સેવા બજાવનાર એવા નખશીખ સજ્જન, ઉમદા માનવી, સેવાભાવી, શ્રેષ્ઠ દાનવીર, નિડર નેતા, મિત્રતા નિભાવી જાણનારા …મારા તમારા આપણા સૌના મામા શ્રી શાંતિલાલ શાહ ને વાપીની સમગ્ર જનતા હૈયામાં રાખશે.।

प्लीज लाइक सेयर एण्ड कॅमेन्ट करे।

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

You may also like