આર.કે.દેસાઈ ગ્રુપ ઓફ કોલેજીસ,વાપી દ્વારા ‘આઝાદી કા અમૃત મહોત્સવ-૭૫’ ની ઉજવણી નિમિત્તે ‘તિરંગા જાગૃતિ’ કાર્યક્ર્મ યોજાયો.।
આર.કે.દેસાઈ ગ્રુપ ઓફ કોલેજીસ,વાપી દ્વારા ‘આઝાદી કા અમૃત મહોત્સવ-૭૫’ ની ઉજવણી નિમિત્તે ‘તિરંગા જાગૃતિ’ કાર્યક્ર્મ યોજાયો…આર.કે.દેસાઈ ગ્રુપ ઓફ કોલેજીસ,વાપી દ્વારા ‘આઝાદી કા અમૃત મહોત્સવ-૭૫’ ની ઉજવણી નિમિત્તે ‘તિરંગા જાગૃતિ’ કાર્યક્ર્મ નું આયોજન કરવામાં આવ્યું હતું.આજની યુવા પેઢી , પરિવારજનો ,વિવિઘ સમાજ અને દેશના તમામ નાગરિકોમાં તિરંગા માટેની દેશભાવના અને શાહિદ થયેલ જવાનોને યાદ કરી દેશની આન, બાન અને શાન બચાવવા માટે જાગૃતિ લાવી શકાય તે માટે વિશિષ્ટ માહિતી આપી વિદ્યાર્થિઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યાં હતાં અને સંસ્થાના પટાંગણમાં સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દરેક વિધાર્થીઓને તિરંગા સાથે દેશભક્તિ ગીત સાથે અને વિવિધ સ્લોગનો સાથે દેશની આઝાદીનું મહત્વ સમજી પ્રત્યેક વિદ્યાર્થીઓ દ્વારા તિરંગા લહેરાવી ઉત્સાહભેર કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.સર્વ વિદ્યાર્થીઓએ ‘સેલ્ફી વિથ તિરંગા ‘ સાથે પોતાનો દેશપ્રેમ દર્શાવ્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન સંસ્થાના અધ્યાપિકા ડો.વૈશાલી દેસાઈ તેમજ સંસ્થાના ફિઝિકલ એજયુકેશનના પ્રાધ્યાપક પ્રફુલભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. પ્રસ્તુત કાર્યક્રમનું સુંદર આયોજન કરવા બદલ સંસ્થાનાં ચેમેનશ્રી મિલન દેસાઈ સાહેબ તથા કોલેજના આચાર્યા ડો.પ્રીતિ ચૌહાણ એ શુભેચ્છા પાઠવી હતી।
प्लीज लाइक सेयर एण्ड कॅमेन्ट करे।
Average Rating