વાપીની શ્રી એલ જી હરિઆ મલ્ટિપર્પઝ શાળા ના વિદ્યાર્થીઓ જિલ્લા કક્ષાએ રમતગમત સ્પર્ધા “રણભૂમિ “મા ઝળકયા।

Views: 282
0 0

Read Time:2 Minute, 21 Second

સાંઈ ચેરિટેબલ ટ્રસ્ટ સાથે સંગઠિત ડિસ્ટ્રિક્ટ સ્પોર્ટ્સ ઓફિસ (ડી અેસ ઓ) દ્વારા જિલ્લા કક્ષાએ ત્રિદિવસીય સ્પોર્ટ્સ ફેસ્ટ-રણભૂમિ નુ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પ્રથમ દિવસે વાપીની શ્રી એલ જી હરિઆ મલ્ટિપર્પઝ શાળા ના વિદ્યાર્થીઓએ અંડર-19 વોલીબોલ સ્પર્ધા મા ભાગ લઇ રજતપદક પ્રાપ્ત કર્યું છે.જયારે બીજા દિવસે અંડર-14 બહેનો ની જૂડો પ્રતિયોગિતામા ધોરણ છ ની વિદ્યાર્થીની શગુન સીંગે રજતપદક પ્રાપ્ત કર્યું છે.અંડર-17 ભાઈઓ ની તાઇકવોન્ડો સ્પર્ધા માં ધોરણ નવ નો વિદ્યાર્થી આર્યન ગવાઈ એ સુવર્ણપદક પ્રાપ્ત કર્યો છે. અંડર-19 બહેનો ની તાઇકવોન્ડો સ્પર્ધા માં ધોરણ દસ ની વિદ્યાર્થીની દિપા ચૌરસિયા એ પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી સુવર્ણ પદક પ્રાપ્ત કર્યો છે. અંડર-19 બહેનો ની ચેસ સ્પર્ધા મા ધોરણ બાર ની વિદ્યાર્થીની ખુશ્બુ એ કાંસ્યપદક મેળવી શાળા ને ગૌરવ અપાવ્યું છે.જયારે પ્રતિયોગિતા ના અંતિમ દિને ત્રીજા દિવસે અંડર-14 બહેનો માટે 200મીટર દોડ મા ધોરણ આઠ ની વિદ્યાર્થીની સાનિયા કુલરિયાએ રજતપદક પ્રાપ્ત કર્યું છે અને ધોરણ આઠ ની વિદ્યાર્થીની શુભાશ્રી મહાપાત્રા એ 100મીટર દોડ મા કાંસ્યપદક પ્રાપ્ત કરી શાળાનું નામ રોશન કર્યું છે આમ ત્રણે દિવસ મા બાળકો એ વિવિધ શ્રેણીમાં પદકો મેળવી શાળા ને ગૌરવ અપાવ્યું છે. શાળા ના મેનેજમેન્ટ અને આચાર્યા શ્રીમતી બીની પૌલે શાળા પરિવાર વતી વિજેતા વિદ્યાર્થીઓ અને તેમની માર્ગદર્શક વ્યાયામશિક્ષકોની ટીમ ને અભિનંદન પાઠવ્યા।

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

You may also like