વાપીની શ્રી એલ જી હરિઆ મલ્ટિપર્પઝ શાળા ના વિદ્યાર્થીઓ વિજ્ઞાન અને ટેકનોલોજી પ્રદર્શન (સાયપોટેક-2024)મા ઝળકયા।
પોદાર વર્લ્ડ સ્કુલ નાહુલી દ્વારા સાયપોટેક-2024 અંતર્ગત આંતરસ્કુલ વિજ્ઞાન અને ટેકનોલોજી પ્રદર્શન નુ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વાપી ની શ્રી એલ જી હરિઆ મલ્ટિપર્પઝ શાળા ના ધોરણ પાંચ નો વિદ્યાર્થી પ્રજ્જવલ પંચાલ અને વિદ્યાર્થીની કે.તમિલીની એ ગૃપ-1 મા સ્માર્ટ સિક્યોરિટી વર્કિંગ મોડેલ પ્રદર્શિત કરી દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યું છે.અને ગૃપ-1 મા ધોરણ પાંચ ની વિદ્યાર્થીની કુંજલ યાદવ અને વિદ્યાર્થી પ્રજ્ઞેશ મિશ્રા એ “મેજિક ઈન પ્લાન્ટ “પ્રોજેક્ટ રજૂ કરી તૃતિય સ્થાન પ્રાપ્ત કર્યું છે જ્યારે ગૃપ -2મા ધોરણ આઠનો વિદ્યાર્થી વિપુલ ઝા વિદ્યાર્થીની સંજોગ કૌરે ટેકનોલોજી વિભાગ મા ન્યૂટન ની ત્રણ ગતિ ના નિયમો પ્રોજેક્ટ રજૂ કરી દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યું છે અને ગૃપ-2મા ધોરણ આઠનો વિદ્યાર્થી સુશીલ નિશાદ અને વિદ્યાર્થીની સત્યા ચૌબે અે હાઈબ્રીડ બાઈક- ઊર્જા નુ રૂપાંતર વિષય પર કૃતિ રજૂ કરી દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યું છે શાળા ના મેનેજમેન્ટ અને આચાર્યા શ્રીમતી બીની પૌલે શાળા પરિવાર વતી વિજેતા વિદ્યાર્થીઓ ની ટીમ અને તેમના માર્ગદર્શક વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના શિક્ષકો ની ટીમને અભિનંદન પાઠવ્યા તેમજ બાળકો વધુ ઉત્તરોત્તર પ્રગતિ કરે એવી શુભકામના વ્યક્ત કરી।
Average Rating