આર.કે.દેસાઈ કોલેજ ઓફ એજ્યુકેશન,વાપીમાં ડૉ. ગાયત્રીબેન પટેલનું વ્યાખ્યાન યોજાયું।
આર.કે.દેસાઈ કોલેજ ઓફ એજ્યુકેશન, વાપીમાં શ્રીરંગ શિક્ષણ મહાવિદ્યાલય બીલીમોરામાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે કાર્યરત અઘ્યાપિકા ડૉ. ગાયત્રીબેન પટેલ દ્વારા “Lesson Planning in English Method”વિષય પર વ્યાખ્યાન યોજવામાં આવ્યું હતું.સૌપ્રથમ સંસ્થાના આચાર્યા ડૉ.પ્રીતિ ચૌહાણ દ્વારા વ્યાખ્યાતાનું શાબ્દિક સ્વાગત કરી સર્ટિફિકેટ આપી સન્માનિત કર્યા હતા.ત્યારબાદ ડૉ.ગાયત્રીબેન પટેલ દ્વારા શિક્ષણ વિશે પ્રેરણાદાયી સુંદર વિચારો રજૂ કરી તાલીમાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. તેમના વ્યાખ્યાનમાં તેમણે અંગ્રેજી પદ્ધતિશાસ્ત્ર વિષયમાં અંગ્રેજી વિષયનું લેશન પ્લાનિંગ કેવી રીતે કરી શકાય ?તેમજ વર્ગખંડમાં કેવી રીતે અંગ્રેજી વિષયને અસરકારક ભણાવી શકાય? એ સંદર્ભે પોતાની આગવી શૈલી દ્વારા રજૂઆત કરી તાલીમાર્થીઓને ખૂબ જ ઊંડાણ પૂર્વક સમજૂતી આપી હતી.તાલીમાર્થીઓમાં અંગ્રેજી વિષય પ્રત્યેનો ડર પણ દૂર કરવા વધુ પ્રોત્સાહિત કર્યા હતા.દરેક તાલીમાર્થીઓએ ખૂબ જ ઉત્સાહપૂર્વક અંગ્રેજી પદ્ધતિ શાસ્ત્રને સમજવાનો પ્રયત્ન કર્યો હતો. વક્તવ્યના અંતે તાલીમાર્થીઓ સાથે પ્રશ્નોત્તરી થઈ હતી. પ્રસ્તુત સુંદર કાર્યક્રમ કરવા બદલ સંસ્થાના ચેરમેનશ્રી મિલન દેસાઈ તથા ઇન્ચાર્જ કેમ્પસ ડાયરેક્ટર મિત્તલ શાહ અને સંસ્થાના આચાર્યા ડો.પ્રીતિ ચૌહાણે અભિનંદન પાઠવ્યા હતાં।
Average Rating