કે. આર. દેસાઈ પી. ટી. સી કોલેજ અને આર.કે.દેસાઈ કોલેજ ઓફ એજ્યુકેશન,વાપીમાં “માતૃભાષા મહોત્સવ”ની ઉજવણી।

ગુજરાત સાહિત્ય અકાદમી,ગાંધીનગર અને કે. આર. દેસાઈ પી. ટી. સી. કોલેજ તથા આર. કે. દેસાઈ કોલેજ ઓફ એજ્યુકેશનના સંયુક્ત ઉપક્રમે તાલીમાર્થીઓ દ્વારા તા.20ફેબ્રુ.ના દિવસે “માતૃભાષા સપ્તાહ” અંતર્ગત વાપીમાં “માતૃભાષા મહોત્સવ”ની ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે આર. કે. દેસાઈ મેમોરિયલ ટ્રસ્ટના કેમ્પસડાયરેક્ટર ડૉ. મિત્તલ શાહ તેમજ આચાર્ય સરોજબેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના મુખ્ય વક્તાઓ તરીકે આર.કે.દેસાઈ કોલેજ ઓફ એજ્યુકેશનના અધ્યાપિકા ડો.સારિકા પટેલ અને ડો. વૈશાલી દેસાઈ કાર્યક્રમની શોભામાં અભિવૃદ્ધિ કરી હતી. ડૉ. સારિકા પટેલ ” ગુજરાતી ભાષાની ગરિમા ” અને ડૉ.વૈશાલી દેસાઈ “માતૃભાષાની ઓળખ અને મહત્વ ” વિષય પર પોતાની સરળ ભાષા શૈલીમાં પ્રવચનો આપ્યા હતા. કાર્યક્રમનું સંચાલન સંસ્થાના પ્રા.પિયુષ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું.બી.એડ.કોલેજના તાલીમાર્થીઓ દ્વારા સુંદર કૃતિઓ જેવી કે સ્વાગત નૃત્ય,ગરબો, સમૂહ ગીત વગેરે રજૂ થયા હતા. તાલીમાર્થીઓમાં સર્જનાત્મક શૈલીનો વિકાસ થાય એ હેતુ થી પોસ્ટર મેકિંગ અને કાવ્ય લેખન સ્પર્ધાનું પણ આયોજન થયું હતું જેમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ તમામ સ્પર્ધાઓના વિજેતા તાલીમાર્થીઓને ઇનામો અને પ્રમાણપત્રો આપવામાં આવ્યા હતા. કાર્યક્રમના સંયોજક તરીકે બી. એડ કોલેજના આચાર્ય ડૉ. પ્રીતિ ચાહણએ સુંદર કાર્યક્રમના આયોજન બદલ ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર, આર.કે દેસાઈ બી.એડ.કોલેજ, કે. આર. દેસાઈ પી. ટી. સી. કોલેજ પરિવાર આભાર વ્યક્ત કર્યો હતો.કાર્યક્રમના અંતે અલ્પાહાર અને “મારા હસ્તાક્ષર, મારી માતૃભાષામાં”પ્રવૃત્તિ સાથે કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું. સુંદર કાર્યક્રમનું આયોજન કરવા બદલ સંસ્થાના ચેરમેનશ્રી મીલન દેસાઈ તથા સર્વ આર. કે. દેસાઈ પરિવારના અધ્યાપકોએ અભિનંદન પાઠવ્યા હતા।
Average Rating