ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર, આર. કે. દેસાઈ કોલેજ ઓફ એજ્યુકેશન વાપીના તાલીમાર્થીઓ તથા આદર્શ કેળવણી મંડળ સંચાલિત શ્રી સાર્વજનિક હાઈસ્કૂલ, એકલારા આ ત્રણે સંસ્થાઓના ત્રિવેણી સંગમે વિશ્વ માતૃભાષા દિવસની ગૌરવસભર ઉજવણી કરવામાં આવી।

ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર, આર. કે. દેસાઈ કોલેજ ઓફ એજ્યુકેશન વાપીના તાલીમાર્થીઓ તથા આદર્શ કેળવણી મંડળ સંચાલિત શ્રી સાર્વજનિક હાઈસ્કૂલ, એકલારા આ ત્રણે સંસ્થાઓના ત્રિવેણી સંગમે વિશ્વ માતૃભાષા દિવસની ગૌરવસભર ઉજવણી કરવામાં આવી।
Views: 164
1 1

Read Time:3 Minute, 9 Second

ગુજરાત સાહિત્ય અકાદમી,ગાંધીનગર અને આર.કે. દેસાઈ કોલેજ ઑફ એજ્યુકેશન,વાપીના તાલીમાર્થીઓ તથા શ્રી સાર્વજનિક હાઈસ્કૂલ, એકલારાના સંયુકત ઉપક્રમે તા.21 ફેબ્રુઆરીના દિવસે માતૃભાષા મહોત્સવ અંતર્ગત શ્રી સાર્વજનિક હાઇસ્કુલ, એકલારામા માતૃભાષા દિવસની ઉજવણી કરવામાં આવી. કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે શાળાના આચાર્ય શ્રી ધર્મેશભાઈ પટેલે હાજરી આપી હતી, જેમણે હાલના સમયમાં માતૃભાષાનું મહત્વ અને સ્થિતી સંદર્ભે પ્રાસંગિક ઉદબોધન રજૂ કર્યું હતું. કાર્યક્રમના મુખ્ય વક્તાઓ તરીકે આર.કે.દેસાઈ કોલેજ ઓફ એજ્યુકેશનના આચાર્યા પ્રિ. ડૉ. પ્રિતી ચૌહાણ અને શાળાના શિક્ષક દિપેન ભંડારી કાર્યક્રમની શોભામાં અભિવૃદ્ધિ કરી હતી. પ્રિ. પ્રિતી ચૌહાણ દ્વારા રાષ્ટ્રીય શિક્ષણ નિતી-2020 અંતર્ગત બાળકને પોતાનું પાયાનું શિક્ષણ પોતાની માતૃભાષામાં મળવુ જોઈએ, બહુભાષીય શિક્ષણ અને શિક્ષક દિપેન ભંડારી દ્વારા ગુજરાતી સાહિત્ય વિષય પર મનનીય પ્રવચનો આપ્યા હતા. કાર્યક્રમનું સંચાલન સંસ્થાના ડૉ વિમુખ પટેલ અને મયુર ટોકિયા દ્વારા કરવામાં આવ્યું હતું. બી.એડ.કોલેજના તાલીમાર્થીઓ અને શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સુંદર કૃતિઓ જેવી સ્વાગત ગીત, સમૂહ ગીત, નાટક, પ્રશ્નોત્તરી વગેરે રજૂ થયા હતા. તાલીમાર્થીઓ દ્વારા વિદ્યાર્થીઓ માટે વકતૃત્વ અને નિબંધ સ્પર્ધાનું પણ આયોજન થયું હતું જેમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ તમામ સ્પર્ધાઓના વિજેતા વિદ્યાર્થીઓને ઇનામો અને પ્રમાણપત્રો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમના સંયોજક પ્રા. પિયુષ પટેલ દ્વરા કાર્યક્રમના સુચારુ આયોજન બદલ ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર, આર.કે દેસાઈ બી.એડ.કોલેજ પરિવાર અને એકલારા શાળા પરિવારનો આભાર વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમના અંતે અલ્પાહાર અને મારા હસ્તાક્ષર, મારી માતૃભાષામાં પ્રવૃત્તિ સાથે કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના સફળ આયોજન બદલ આર.કે.દેસાઈ ગ્રુપ ઓફ કોલેજના ચેરમેન શ્રી મિલન દેસાઈ, કેમ્પસ ડાયરેક્ટર ડૉ. મિત્તલ શાહે અભિનંદન પાઠવ્યા હતા।

Happy
Happy
50 %
Sad
Sad
50 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

You may also like