ડાંગ જિલ્લાના આદિવાસી કવિ – લેખક અને સાહિત્યકાર ડો.જયંતિલાલ.બી.બારીસ ને શિક્ષા-ભૂષણ એવોર્ડ માટે પસંદગી।

Views: 381
1 0

Read Time:2 Minute, 7 Second

ડાંગ જિલ્લાના આદિવાસી કવિ – લેખક અને સાહિત્યકાર ડો.જયંતિલાલ.બી.બારીસ ને શિક્ષા-ભૂષણ એવોર્ડ માટે પસંદગી.ભોપાલ સાહિત્ય અકાદમી ના શુભ અવસર પર દેશમાં પ્રથમ વખત સાહિત્ય જગત માં ફાળો આપનાર એવા મહાન લેખકો અને સાહિત્યકારો માટે સાહિત્ય ભૂષણ અને શિક્ષા ભૂષણ એવોર્ડ માટે દેશનાં 100 મહાન હસ્તીઓની પસંદગી કરવામાં આવી છે. જેમાં ગુજરાત રાજ્યના ડાંગ જિલ્લાના કેશબંધ ગામના રહેવાસી અને વાપીની આર.કે.દેસાઈ કોલેજમાં આસીસ્ટન્ટ પ્રોફેસર તરીકે ફરજ બજાવતા આદિવાસી કવિ, લેખક અને સાહિત્યકાર ડો.જયંતિલાલ.બી.બારીસ ને નિર્ણાયક મંડળ દ્વારા શિક્ષા ભૂષણ સન્માન – 2023 માટે પસંદગી કરવામાં આવી છે. એટલુંજ નહીં પરંતુ તેમણે આંતરરાષ્ટ્રીય 7 અને રાષ્ટ્રીય 9 એવૉર્ડ મળી ચુક્યા છે તેમજ તેમનું સાહિત્ય જગત માં પણ અઢળક યોગદાન રહ્યું છે તેમણી 10 પુસ્તકો અને 35 આલેખ પ્રકાશિત થયા છે 300 થી વધારે કાવ્યો રચનાઓ વિવિધ પત્ર-પત્રિકાઓ માં પ્રકાશિત થઇ છે ડો.જયંતિલાલ પોતાનું સમગ્ર જીવન દેશ માટે સમર્પિત કરીને ભારતને વિશ્વ સાહિત્ય જગતમાં મદદરૂપ બનશે.ડૉ.જયંતીલાલ. બી. બારીસને આ એવૉર્ડ ભોપાલ (મધ્યપ્રદેશ) ખાતે આયોજિત ભવ્ય સમારંભમાં આપવામાં આવશે.ડૉ. જયંતિલા. બી.બારીસ ને ડાંગ જિલ્લાના સમગ્ર આદિવાસી સમાજ તથા શૈક્ષણિક વહીવટી તંત્રએ આ સિદ્ધિ મેળવવા બદલ અભિનંદન પાઠવ્યા છે।

प्लीज लाइक सेयर एण्ड कॅमेन्ट करे।

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

You may also like