વાપીની શ્રી એલ જી હરિઆ મલ્ટિપર્પઝ શાળા ના વિદ્યાર્થીઓ વિવિધ પ્રતિયોગિતા માં ઝળક્યા।
પ્રભાત સ્કોલર્સ એકેડમી સેલવાસ દ્વારા “આર્ટ મેલા-ડ્રીમ્સ ઈન કલર્સ “અંતર્ગત આંતર સ્કુલ કલા અને સર્જનાત્મક સ્પર્ધા નુ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વાપી ની શ્રી એલ જી હરિઆ મલ્ટિપર્પઝ શાળા ના વિદ્યાર્થીઓ એ વિવિધ શ્રેણીમાં ભાગ લીધો હતો. જેમાં ગૃપ -4 માં ધોરણ બાર ની વિદ્યાર્થીની ભૂમિ પટેલે છત્ર સજાવટ મા પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે જ્યારે મહેક સોનગાવકર ધોરણ અગિયાર ની વિદ્યાર્થીની એ ગ્લાસ પેઇન્ટિંગ મા પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યુ છે. ગૃપ-2 મા ડ્રોઈંગ કોમ્પિટિશન માં ધોરણ આઠની વિદ્યાર્થીની અર્પિતા શિશાંગિયા અને વિદ્યાર્થી કૌસ્તવ નાસ્કરે પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યુ છે. ગૃપ-1 મા ડ્રોઇંગ કોમ્પિટિશન મા અસ્મી મહાકાલ ધોરણ ચાર ની વિદ્યાર્થીની દ્વિતીય સ્થાન અને આરાધ્યા વસાયા(ધો.-4)તૃતિય સ્થાન પ્રાપ્ત કરી શાળાનું નામ રોશન કર્યું છે. શાળા ના મેનેજમેન્ટ અને આચાર્યા શ્રીમતી બીની પૌલે શાળા પરિવાર વતી વિજેતા વિદ્યાર્થીઓ ની ટીમને અને એમના માર્ગદર્શક શિક્ષકો ની ટીમને અભિનંદન પાઠવ્યા।
Average Rating