વાપીની શ્રી એલ જી હરિઆ મલ્ટિપર્પઝ શાળા ના વિદ્યાર્થીઓ ક્વિઝ કોમ્પીટિશન મા ઝળકયા।

Views: 217
0 0

Read Time:1 Minute, 53 Second

36મી આંતરસ્કુલ ક્વિઝ કોમ્પીટિશન “પોપ્યુલર ક્વિઝ કોન્ટેસ્ટ-2024″નુ આયોજન વાપીના કન્નડા સંઘ દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં વાપી ની ચૌદ જેટલી શાળાઓના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.આ કોમ્પીટિશન ને ચાર ગૃપમા વિભાજિત કરવામાં આવ્યું હતું.જેમાં વાપી ની શ્રી એલ જી હરિઆ મલ્ટિપર્પઝ શાળા ના વિદ્યાર્થીઓ એ ભાગ લઇ ચારેય ગૃપમા સફળતા હાંસલ કરી હતી. જેમાં ગૃપ એક મા ધોરણ ચાર નો વિદ્યાર્થી જૈમિન ભાડજા અને વિદ્યાર્થીની જિયા ભાનુશાલી એ પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે જ્યારે ગૃપ બે મા ધોરણ પાંચ નો વિદ્યાર્થી હેરામ્બ શર્મા અને ધોરણ સાતનો વિદ્યાર્થી પ્રયાગ કુલકર્ણી એ તૃતિય સ્થાન પ્રાપ્ત કર્યું છે. ગૃપ ત્રણ મા ધોરણ આઠનો વિદ્યાર્થી અનમોલ શ્રીવાસ્તવ અને ધોરણ દસનો વિદ્યાર્થી યુવરાજ સીંઘે દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યું છે જ્યારે ગૃપ ચાર મા ધોરણ બારના વિદ્યાર્થી નારાયણ સિંઘ અને હર્ષ રાજપુરોહિતે દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યું છે.શાળા ના મેનેજમેન્ટ અને આચાર્યા શ્રીમતી બીની પૌલે શાળા પરિવાર વતી વિજેતા વિદ્યાર્થીઓ અને તેમની માર્ગદર્શક શિક્ષકો ની ટીમને મેળવેલ સફળતા બદલ અભિનંદન પાઠવ્યા હતા।

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

You may also like