વાપીની શ્રી એલ જી હરિઆ મલ્ટિપર્પઝ શાળા ના વિદ્યાર્થીઓ સંસ્કૃતિ સહોદયા ઓલમ્પિકસ -2024મા ઝળકયા।

Views: 246
0 0

Read Time:3 Minute, 34 Second

સીબીએસઈ સ્કુલ દક્ષિણ ગુજરાત સંગઠિત સંસ્કૃતિ સહોદયા કોમ્પલેક્ષ -દક્ષિણ ગુજરાત અંતર્ગત સંસ્કૃતિ સહોદયા ઓલમ્પિકસ -2024 રમત-ગમત મેળાવડા નુ આયોજન લક્ષ્મી ઈન્ટરનેશનલ સ્કુલ સરીગામ દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં વાપી ની શ્રી એલ જી હરિઆ મલ્ટિપર્પઝ શાળા ના 64 જેટલા વિદ્યાર્થીઓએ અલગ અલગ વિભાગની પ્રતિયોગિતા જેવીકે જમ્પિંગ, થ્રોઇંગ, રનિંગ અને સ્વીમીંગ મા ભાગ લીધો હતો અને સુરત થી ઉમરગામની એકવીસ જેટલી શાળાઓ માંથી વાપીની શ્રી એલ જી હરિઆ મલ્ટિપર્પઝ શાળા દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરી ઓવર ઓલ ફર્સ્ટ રનર્સ અપ ટ્રોફી પ્રાપ્ત કરી શાળાને ગૌરવ અપાવ્યું છે. શાળા ના ગૌરવપૂર્ણ વિજેતા અનુક્રમે -અંડર 14 બહેનો માટે -1) 100મી.રેસ-સુવર્ણપદક -શુભાશ્રી મહાપાત્રા 2) 4*100 રિલે-સુવર્ણપદક-અફ્સા મંડલ, શુભાશ્રી મહાપાત્રા, ઝૈનાબ અનવર અને અદિતિ શર્મા3) લોંગ જમ્પ -રજત પદક -આરુષિ ભદ્રાઅંડર 14ભાઈઓ માટે -લોંગ જમ્પ-કાંસ્યપદક -શિવમ પટેલ2) 4*100મી.રિલે રેસ -રજતપદક -અવિશ ગાયકવાડ, નમન દુબે, પ્રજવલ થાપા અને શ્રેયાસ પાંડેઅંડર 17 બહેનો માટે -1) 1500મી.રેસ-સુવર્ણપદક -એમિલ્યા સીંગ2) 500મી.રેસ-રજતપદક -રાજવી પેઠાની3) 4*400મી.રિલે રેસ-સુવર્ણપદક -રિદ્ધિ તિવારી,શ્રૃતિ ભાનુશાલી,કાજલ કાંબલી અને ત્રિષા મિશ્રા4) સ્વીમીંગ -50મી.ફ્રી સ્ટાઇલ -કાંસ્યપદક -આદ્યા સીંગઅંડર 17ભાઈઓ માટે -1) સ્વીમીંગ 100મી.ફ્રી સ્ટાઈલ-રજતપદક- આર્યા પટેલ2) સ્વીમીંગ -4*50મી.રિલે-કાંસ્યપદક -શૌર્ય પટેલ, કશ્યપ નાયર, આર્યા પટેલ અને યથાર્થ પટેલ અંડર 19ભાઈઓ માટે -1) 100મી.રેસ-રજતપદક -નૂતન રાય2) શોટપુટ-કાંસ્યપદક -સાગર શુકલા 3) ડિસ્કસ થ્રો-કાંસ્યપદક -પ્રિયાંશુ ચૌહાણ 4) લોંગ જમ્પ-કાંસ્યપદક -પ્રવિણ માલી5) જેવલિન થ્રો-કાંસ્યપદક -અંશ કુમાર રાઠોડ6) 4*400મી.રિલે-કાંસ્યપદક -જય પટેલ, આયુષ મૌર્યા, દેવાંશુ સીંગ અને દિપમની ત્રિપાઠી અંડર 19બહેનો માટે -1)- શોટપુટ-સુવર્ણપદક -માહી સીંગ2) ડિસ્કસ થ્રો-રજતપદક -રિન્કુ સીંગઆમ બાળકો એ એથ્લેટિક્સ મીટમા ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી મેડલો ની હારમાળા લગાવી દીધી હતી. શાળા ના મેનેજમેન્ટ અને આચાર્યા શ્રીમતી બીની પૌલે શાળા પરિવાર વતી વિજેતા વિદ્યાર્થીઓ અને તેમની માર્ગદર્શક શિક્ષકો શ્રી જગદીશચંદ્ર મિસ્ત્રી, શ્રી વિપુલ સાંજણા તેમજ શિક્ષિકા શ્રીમતી ભાવિકા પટેલને અભિનંદન પાઠવ્યા હતા તેમજ શાળા રમત-ગમત ક્ષેત્રે વધુ ઉત્તરોત્તર પ્રગતિ કરે એવી શુભકામના વ્યક્ત કરી હતી।

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

You may also like