વાપીની શ્રી એલ જી હરિઆ મલ્ટિપર્પઝ શાળા મા 38મા વાર્ષિક દિન ની ઊજવણી કરવામાં આવી।
હરિઆ ફિએસ્ટા “અંતર્ગત વાપીની શ્રી એલ જી હરિઆ મલ્ટિપર્પઝ શાળા માં 38મો વાર્ષિકોત્સવ ની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મુખ્ય મહેમાન તરીકે કન્સલ્ટિંગ સર્જન અને એન્ડોસ્કોપીસ્ટ ડો. ઈલેશ એમ. શાહ ઉપસ્થિત રહ્યાં હતાં. અને અતિથી વિશેષ તરીકે વાપી નગરપાલિકા પ્રમુખ શ્રી પંકજ આર. પટેલ અને શ્રી તુષાર શાહ ઉપસ્થિત રહ્યાં હતા. શાળા ના ચેરમેન શ્રી એ કે શાહ, મેનેજીંગ ટ્રસ્ટી શ્રી બિમલ હરિઆ, એક્ટિંગ ચેરમેન ઓફ સ્કુલ કમિટી મેમ્બર શ્રી ઉજ્જવલ શુકલા, એસ એમ સી મેમ્બર શ્રી રાજેન્દર સીંગ મારવાહ અને ભારતીબેન સુમેરિયા પણ ઉપસ્થિત રહ્યાં હતાં. કાર્યક્રમ નો શુભારંભ પધારેલ મહાનુભાવો તેમજ આચાર્યા શ્રીમતી બીની પૌલ ના કરકમલો દ્રારા દિપપ્રાઞટય કરી કરવામાં આવ્યો. ત્યારબાદ મંગલમય કામના વ્યક્ત કરતી સ્તુતિ વિદ્યાર્થીનીઓ દ્વારા રજૂ કરવામાં આવી. બાળકો દ્વારા સંસ્થા ના સ્થાપક શ્રી કાંતિલાલ હરિઆ ને શ્રધ્ધાંજલિ અર્પીત કરતી કૃતિ રજૂ કરવામાં આવી જેને નિહાળી સૌની આંખો ભીની થઇ ગઇ. ત્યારબાદ ભગવાન ના વિવિધ અવતાર ઉપર સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરી બાળકોએ દર્શકોને મંત્રમુગ્ધ કરી દીધા. આચાર્યા શ્રીમતી બીની પૌલ દ્વારા આમંત્રિત સર્વ મહાનુભાવો નુ પુષ્પગુચ્છ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું. આચાર્યા શ્રીમતી બીની પૌલે વાર્ષિક અહેવાલ રજૂ કરી શાળાની વિવિધ ક્ષેત્રોમાં પ્રગતિ નુ વર્ણન કર્યું. શૈક્ષણિક વર્ષ 2024-25મા શૈક્ષણિક અને ઈતર પ્રવૃત્તિઓ માં તથા રમત-ગમત ક્ષેત્રે શાળા નુ નામ રોશન કરનાર તેજસ્વી તારલાઓ ને પધારેલ મહાનુભાવો ના હસ્તે મેડલ્સ તેમજ ટ્રોફી તથા સર્ટીફિકેટસ આપી સન્માનિત કરવામાં આવ્યા. દાની નુ દાન કયારેય ઘટતું જ નથી રિગ્વેદ ના ૠષિના આ કથન ને જેમણે જીવી બતાવ્યુ અેવા શ્રી એલ જી હરિઆ મલ્ટિપર્પઝ સ્કુલ ના સ્થાપક શ્રી કાંતિલાલ હરિઆ ની યાદ મા હરિઆ મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા શાળા ના તેજસ્વી બાળકો ને વિવિધ રકમો ના ચેક આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા. એક્ટિંગ ચેરમેન ઓફ સ્કુલ કમિટી મેમ્બર શ્રી ઉજ્જવલ શુકલા એ તેમના પ્રાસંગિક ઉદબોધન મા શાળા ઉત્તરોત્તર વધુ પ્રગતિ કરે એવી શુભકામના વ્યક્ત કરી. પધારેલ મુખ્ય મહેમાન ડો. ઈલેશ શાહે પણ શાળા ની પ્રગતિ માટે શુભેચ્છાઓ પાઠવી બાળકો ને પ્રોત્સાહિત કર્યા. બાળકો ના વાલીઓ પણ ખૂબજ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં જેઓ કાર્યક્રમ ને નિહાળી આનંદિત થઇ ગયા. અંતે આચાર્યા શ્રીમતી બીની પૌલે આભાર વિધિ વ્યકત કરતાં શાળા ના મેનેજમેન્ટ અને શાળા પરિવાર વતી શિક્ષકો અને બાળકો ને કાર્યક્રમ ની સફળતા બદલ અભિનંદન પાઠવ્યા।
Average Rating