કેબીએસ કોમર્સ & નટરાજ પ્રોફેશનલ સાયન્સીસ કોલેજ ખાતે ૧૨ દિવસીય ફેકલ્ટી ડેવેલપમેન્ટ પ્રોગ્રામ નો શુભારંભ થયો।
અત્રે ચણોદ સ્થિત કેબીએસ કોમર્સ & નટરાજ પ્રોફેશનલ સાયન્સિસ કોલેજ વાપી ખાતે કેબીએસ કોમર્સ & નટરાજ પ્રોફેશનલ સાયન્સિસ કોલેજ વાપી અને એન્ટ્રપ્રેન્યોરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા (EDII), અમદાવાદના સહયોગથી ૧૨ દિવસીય ફેકલ્ટી ડેવલપમેન્ટ પ્રોગ્રામ (FDP) ઇન એન્ટ્રપ્રેન્યોરશિપનું તા. ૦૬.૦૧.૨૦૨૫ ના રોજ શુભારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રતિષ્ઠિત કાર્યક્રમ નેશનલ સાયન્સ એન્ડ ટેકનોલોજી એન્ટ્રપ્રેન્યોરશિપ ડેવલપમેન્ટ બોર્ડ (NSTEDB) દ્વારા સ્પોન્સર કરવામાં આવ્યો છે અને તેનો હેતુ ફેકલ્ટી મેમ્બર્સને ઉદ્યોગસાહસિક કૌશલ્ય અને સજ્જતા પ્રદાન કરવાનો છે, જેથી વિદ્યાર્થીઓમાં નવીન અને ઉદ્યોગસાહસિક વિચારશક્તિને પ્રોત્સાહિત કરી શકે. આ કાર્યક્રમ ના મુખ્ય વક્તા એસોસિએટ પ્રોફેસર ડો. પંકજ ભારતી છે જેઓ EDII વેસ્ટર્ન રિજનલ ઓફિસના ઇન-ચાર્જ છે. આ કાર્યક્રમમાં વિવિધ સંસ્થાઓમાંથી 30 ફેકલ્ટી મેમ્બર્સ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમનું સફળ સંકલન ડૉ. દિપક એમ. સાંકી, સેલ્ફ હેલ્પ ફોરમના સંકલક અને તેમની પ્રતિબદ્ધ ટીમ દ્વારા કરવામાં આવી રહ્યું છે. આમ કાર્યક્રમની સફળ શરૂઆત થતાં કૉલેજનાં આચાર્યશ્રી ડૉ. પૂનમ બી. ચૌહાણે મુખ્ય વક્તાશ્રીનો આભાર વ્યક્ત કરી કાર્યક્રમમાં હાજર તમામ ને શુભેચ્છા પાઠવી હતી।
Average Rating