કેબીએસ કોમર્સ & નટરાજ પ્રોફેશનલ સાયન્સીસ કોલેજ ખાતે ૧૨ દિવસીય ફેકલ્ટ્રી ડેવેલપમેન્ટ પ્રોગ્રામ સંપન્ન થયો।
અત્રે ચણોદ સ્થિત કેબીએસ કોમર્સ & નટરાજ પ્રોફેશનલ સાયન્સિસ કોલેજ વાપી માં કોલેજના સેલ્ફ-હેલ્પ ફોરમ અને એન્ટ્રેપ્રેન્થોરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા (EDII), અમદાવાદ ના સહયોગ હેઠળ આયોજિત તથા નેશનલ સાયન્સ એ ટેકનોલોજી એન્ટ્રપ્રેન્થોરશિપ ડેવલપમેન્ટ બોર્ડ (NSTEDB) દ્વારા સ્પોન્સરશીપથી ૧૨ દિવસીય ફેકલ્ટી ડેવલપમેન્ટ પ્રોગ્રામ ખુબ સફળ રીતે સંપન્ન થયો હતો. આ પ્રોગ્રામમાં મુખ્ય વક્તા એસોસિએટ પ્રોફેસર ડો.પંકજ ભારતી, જેઓ EDII વેસ્ટર્ન રિજનલ ઓફિસના ઇન-ચાર્જ તથા ડો. કેદાર શુકલા (ડાયરેકટર ઓફ RSR University), ડો. પૂનમ બી. ચૌહાણ (પ્રિન્સીપાલ, કે.બી.એસ. એન્ડ્રુ નટરાજ કોલેજ), ડો. રાજીવસિંગ (પ્રિન્સીપાલ, SSR કોલેજ, સેલવાસ), ડો. પી.આર મિસ્ત્રી (ફૂડ ઈન્સ્પેકટર, વલસાડ), ડો. ભરત દિક્ષિત (આસીસ્ટ્ન્ટ પ્રોફેસર) અને ડો. ક્રિના વૈદ( આસીસ્ટ્ન્ટ પ્રોફેસર) વિવિધ વિષયો પર તેમનું વકત્ર્ય આપી ભાગ લીધેલ તમામ ૩૪ પાર્ટીસીપેર્સને સ્મોલ, સ્ટ્રેલ વ્યવસાય માટે પ્રેરિત કર્યા હતા. તેમજ એક દિવસ શાહ પેપર મીલમાં ઈન્સટ્રીયલ વિઝીટનું પણ આયોજન કરવામાં આવ્યુ હતું. પ્રોગ્રામના પૂર્ણાહુતિમાં સંસ્થાના ટ્રસ્ટ્રી સભ્ય શ્રીમતિ ભારતી સુમેરિયા તથા મીસ સિમોના સુમેરિયા હાજર રહી તેમના ાકના પાર્ટીસીપેન્ટ સર્ટીફીકેટ એનાયત કરવામાં આવ્યા હતા. સમગ્ર પ્રોગ્રામ ઈવેન્ટ મેનેજમેન્ટ કો- ઓર્ડિન્ટર ડો. દિપક એમ .સાંકી, શ્રી પતંજલી કુમાર ચૌઘરી સિનિયર પ્રોજેકટ ઓફિસર(FDP) તથા રાજ કોથાડીયા પ્રોજેકટ ઓફિસર એ સફળ સંચાલન અને વ્યવસ્થા માટે ખુબજ જહેમત ઉઠાવી હતી. આમ સમગ્ર ફેકલ્ટી ડેવલોપમેન્ટ પ્રોગ્રામ સફળ રહેતા કૉલેજનાં આચાર્યશ્રી ડૉ. પૂનમ બી. ચૌહાણે EDII, NSTEDB, તમામ વક્તાઓ તથા સેલ્ફ – હેલ્પ ફોરમ અને પ્રોજેકટ ઓફિસર તથા પાર્ટીસીપેન્દ્ સનો આભાર વ્યક્ત કરી અભિનંદન પાઠવ્યા હત।
Average Rating