આજરોજ વાપી એસ.ટી ડેપોમાં માર્ગ સુરક્ષા સપ્તાહ નું આયોજન તેમજ ડ્રાઇવર ડે ની ઉજવણી કરવામાં આવેલ।
જેમાં ખાસ ઉપસ્થિત રહેલ એવા આર.ટી.ઓ વિભાગના શ્રી બામણીયા સાહેબ આર.ટી.ઓ વિભાગના પટેલ સાહેબ તેમજ વિભાગીય પરિવહન અધિકારી શ્રી સ્નેહલ પટેલ સાહેબ વાપી ડેપો મેનેજર શ્રી માહલા સાહેબ વાપી ડેપોના સ્ટેન્ડ ઇન્ચાર્જ ધનસુખ પટેલ વગેરે ઉપસ્થિત રહી ડ્રાઇવર કંડકટર ને માર્ગ સુરક્ષા બાબતે જરૂરી માર્ગદર્શન આપવામાં આવેલ તેમજ 28 વર્ષ સુધી સળંગ ફરજ બજાવતા ડ્રાઇવરો દ્વારા એક પણ અકસ્માત ન કરેલ હોય તેઓનું પણ આજરોજ આર.ટી.ઓ સાહેબ દ્વારા તેમજ વિભાગીય પરિવહન અધિકારી સાહેબ દ્વારા સન્માન કરવામાં આવેલ છે સમગ્ર સભાનું સંચાલન વાપી ડેપોના સ્ટેન્ડ ઇન્ચાર્જ ધનસુખ પટેલ દ્વારા કરવામાં આવેલ હતું।
Average Rating