વાપીની શ્રી એલ જી હરિઆ મલ્ટિપર્પઝ શાળા મા વાર્ષિક રમતોત્સવ નુ આયોજન કરવામાં આવ્યું।

Views: 234
0 0

Read Time:3 Minute, 27 Second

શૈક્ષણિક વર્ષ 2024-2025 નો વાર્ષિક રમતોત્સવ નુ આયોજન વાપી ની શ્રી એલ જી હરિઆ મલ્ટિપર્પઝ શાળા મા કરવામાં આવ્યું જેમાં અતિથી વિશેષ તરીકે શ્રી પ્રકાશ ભદ્રા (પ્રેસિડેન્ટ ઓફ જય ફાઈનકેમ પ્રા.લિ.)ઉપસ્થિત રહ્યાં હતા જયારે મુખ્ય મહેમાન તરીકે શ્રી સંજય યાદવ એચ આર હેડ ઓફ જય ફાઈનકેમ પ્રા.લિ.ઉપસ્થિત રહ્યા હતા. એક્ટિંગ ચેરમેન ઓફ સ્કુલ કમિટી મેમ્બર શ્રી ઉજ્જવલ શુકલા, એસ એમ સી મેમ્બર શ્રી રાજેન્દર પાલ સીંગ મારવાહ, એસ એમ સી મેમ્બર શ્રીમતી વાની આર કે વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.તમામ પધારેલ મહાનુભાવો નુ પુષ્પગુચ્છ થી સ્વાગત શાળા ના આચાર્યા શ્રીમતી બીની પૌલ દ્વારા કરવામાં આવ્યું. સ્વાગત બાદ મુખ્ય અતિથિ શ્રી પ્રકાશ ભદ્રા દ્વારા મશાલ પ્રજ્વલિત કરી રમતોત્સવ નો શુભારંભ કરવામાં આવ્યો. શાળા ના આચાર્યા શ્રીમતી બીની પૌલે વિદ્યાર્થીઓને શપથ ગ્રહણ કરાવડાવી રમતોત્સવ નો પ્રારંભ કર્યો. રમતવીરો માટે 50મીટર રેસ, 100મીટર રેસ, 200મીટર રેસ, ઓબ્સટેકલ રેસ, હર્ડલ રેસ, રીલે રેસ, શોર્ટપુટ, લોંગજમ્પ, ડિસ્કસ થ્રો,જેવલિન થ્રો જેવી વિવિધ રમતો નુ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઘોરણ ત્રણ થી અગિયાર ના લગભગ ચારસો જેટલા વિદ્યાર્થીઓ એ જોમ અને જુસ્સા થી પોતાની શક્તિ નુ પ્રદર્શન કરી ઉત્સાહ પૂર્વક ભાગ લઇ શ્રેષ્ઠ દેખાવ કર્યો હતો.દરેક રમત માટે અલગ અલગ તજજ્ઞ શિક્ષકો ની નિર્ણાયક તરીકે ફાળવણી કરવામાં આવી હતી. અભ્યાસ ની સાથે સાથે રમત-ગમત ની સ્પર્ધાઓ મા પણ પોતાની પ્રતિભા બતાવી સમગ્ર રમતોત્સવ ને તમામ વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહ પૂર્વક માણ્યો હતો.તમામ સ્પર્ધામાં વિજેતા સ્પર્ધકોને અતિથિ વિશેષ ના હસ્તે મેડલ તેમજ સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમ ની નોંધનીય બાબત એ હતી કે શાળા નું આકાશ હાઉસ સમગ્ર રમતોત્સવ મા પ્રથમ આવ્યુ હતું જેને વાર્ષિક સ્પોર્ટસ ટ્રોફી એનાયત કરવામાં આવી હતી. વાલીઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી બાળકો ને પ્રોત્સાહિત કર્યા હતા. અંતે શાળા ના આચાર્યા શ્રીમતી બીની પૌલે શાળા પરિવાર વતી વિજેતા વિદ્યાર્થીઓ અને શારીરિક શિક્ષણના શિક્ષકો શ્રી જગદીશચંદ્ર મિસ્ત્રી, શ્રી વિપુલ સાંજણા અને ભાવિકા પટેલ તેમજ સમગ્ર શિક્ષક ભાઈ બહેનો નો રમતોત્સવ ના સફળ આયોજન બદલ અભિનંદન પાઠવી આભાર વ્યક્ત કર્યો।

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

You may also like