દમણ પ્રશાસન તરફથી ગ્રામ સભાનું આયોજન પંચાયત વિભાજનના હેતુસર કરવામાં આવેલ।
તા. ૧/૮/૨૦૨૫, સમય : સવારે ૧૧-૦૦ કલાકે, સ્થળ: સોમનાથ પંચાયત, રિંગણવાડા.
દમણ પ્રશાસન તરફથી ગ્રામ સભાનું આયોજન પંચાયત વિભાજનના હેતુસર કરવામાં આવેલ।
જેમા મુખ્ય અધિકારી-બી.ડી.ઓ. દમણ – શ્રી મિહીર જોષી ની ઉપસ્થીતી રહી, સભાનું સંચાલન સેકેટરીશ્રી પિયુષ પટેલે કરેલ, સ્વાગત પંચાયત સરપંચ શ્રીમતી ચૈતાલીબેન મહેન્દ્રકામલી દ્વારા કરવામાં આવેલ, સભામાં જીલ્લા પંચાયત સભય – (૧) શ્રીમતી વર્ષિકાબેન પિયુષ પટેલ (૨) રિનાબેન હરીશ પટેલ તથા ડેપ્યુટી સરપંચ શ્રી રાજેશ પટેલ તથા પંચાયત સભ્યો અને મોટી સંખ્યામાં ગામ લોકોની ઉપસ્થીત રહેલ.
સભામાં ગામના આગેવાન ભાજપના વરિષ્ઠશ્રી નવિન અખ્ખુ પટેલે વિભાજન પ્રક્રિયાની સરહના કરી, ભૌગોલિક વિસ્તાર પ્રમાણે વિભાજન કરવા જણાવેલ. તથા ગત – ૨૦૧૯ ના વિભાજ્નમાં થયેલી ભૂલોને સુધારવા જણાવેલ, જેમાં સોમનાથ પંચાયત વિસ્તારનો કેટલાક ભાગ ડાભેલ પંચાયતમાં સમાવેલ, તથા આટિયાવાડ વિસ્તારનો કેટલોક ભાગ સોમનાથ પંચાયતમાં સમાવેલ, જે ભૂલને સુધારવા જણાવેલ, વિભાજનથી વિકાસને વેગ ની સમજણ આપેલ.
ગામના યુવા શિક્ષિત શ્રી મંયકક્ભાઈ છગનભાઈ પટેલે – વિભાજ્નમાં ત્રણ પંચાયત બનાવવા જણાવેલ તથા ડાભેલની ચાર પંચાયતો ભેગી કરી નગરપાલિકા બનાવવા જણાવેલ, જેથી વિકાસને વેગ મળે.
રિંગણવાડા વિસ્તારના આગેવાન શ્રી જ્યરામભાઈ દમણીયા એ વિભાજન માં સહમતી દર્શાવેલ તથા ગામવાસીઓએ વિભાજ્નમાં સહકારની ભાવના બતાવેલ.
સભામાં આગેવાનોની હાજરી – હરિશ પટેલ, પિયુષ પટેલ, પિન્ટુભાઈ પટેલ, મહેન્દુ કામલી, રાજેશ કામલી, જ્યેશ કામલી, અશોક કામલી, રમેશ ભંડારી, સોમા હળપતિ, જયંતી ભંડારી, મુકેશ પટેલ, પ્રેમ ભંડારી।
Average Rating