સૌને પોતાના સપનાનું ઘર મળી રહે તેવા ઉમદા હેતુ થી આપણા દેશનાં માંન પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબશ્રી દ્વારા તા૧૭-૦૯-૨૦૨૪ ના રોજ પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) ૨.૦ લોન્ચ કરવામાં આવી।

Views: 148
0 0

Read Time:2 Minute, 3 Second

“સૌને પોતાના સપનાનું ઘર મળી રહે તેવા ઉમદા હેતુ થી આપણા દેશનાં માંન પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબશ્રી દ્વારા તા૧૭-૦૯-૨૦૨૪ ના રોજ પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) ૨.૦ લોન્ચ કરવામાં આવી. આ યોજના અંતર્ગત કૂલ ચાર ઘટકો છે. જેમાં BLC(Beneficiary Led Construction) ઘટક અંતર્ગત લાભાર્થીને પાકું ઘર બનાવવા માટે સરકારશ્રી દ્વારા ૪ લાખની સહાય મળે છે. ત્યાર બાદ AHP (Affordable Housing in Partnership )ઘટક અંતર્ગત શહેરી ગરીબો ને આર્થીક રીતે પરવડી શકે તેવા આવાસો બનાવીને કોમ્પ્યુટર રાઈઝ ડ્રો કરીને ફાળવામાં આવે છે. ત્યાર બાદ ARH(Affordable Rental Housing) ઘટક હેઠળ જુના ખાલી પડેલ આવાસોને નવનિર્માણ કરી ભાડાપેટે આપવામાં આવે છે, ત્યાર બાદ ISS(Interest Subsidy Scheme) ઘટક અંતર્ગત લાભાર્થીએ લોન પર પોતે ખરીદેલા ઘર પર સરકારશ્રી દ્વારા મહત્તમ ૧.૮૦ લાખ સુધીની સબસીડી આપવામાં આવે છે.

વાપી મહાનગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના(શહેરી) ૨.૦ અંતર્ગત આજ રોજ તા.૧૭/૦૯/૨૦૨૫ માંન.પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબશ્રીના ૭૫મા જન્મદિવસે તથા આજ રોજ “અંગીકાર અભિયાન-૨૦૨૫″ અંતર્ગત મંજુર થયેલ આવાસ અંતગર્ત લાભાર્થીને પ્રશંસનીય પત્ર પાઠવી ઉજવણી કરવામાં આવેલ છે. વધુમાં વાપી મહાનગરપાલીકા દ્વારા PMAY અંતર્ગત કૂલ ૯૧૧ આવાસો મંજુર થયેલ જે માંથી ૮૯૧ આવાસો પૂર્ણ થઇ ગયેલ છે. તથા PMAY ૨.૦ અંતર્ગત કૂલ ૭૦૦ આવાસો મંજૂરી માટે સરકારશ્રીને સાદર કરેલ છે।

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

You may also like