૧૭ સપ્ટેમ્બર ૨૦૨૫ થી ૦૨ ઓક્ટોબર ૨૦૨૫ સુધી ચાલનાર “સ્વચ્છતા હી સેવા ૨૦૨૫” નો કાર્યક્રમ ધરમપુર નગરપાલિકા મહારાણા પ્રતાપ મેરેજ હોલ ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમ સ્વચ્છતા ના ગીતથી શુભારંભ કરવામાં આવ્યો।
૧૭ સપ્ટેમ્બર ૨૦૨૫ થી ૦૨ ઓક્ટોબર ૨૦૨૫ સુધી ચાલનાર “સ્વચ્છતા હી સેવા ૨૦૨૫” નો કાર્યક્રમ ધરમપુર નગરપાલિકા મહારાણા પ્રતાપ મેરેજ હોલ ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમ સ્વચ્છતા ના ગીતથી શુભારંભ કરવામાં આવ્યો. સદર કાર્યક્રમનું ઉદ્ઘાટન માન. ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ પટેલ ના વરદ હસ્તે કરવામાં આવ્યુ. કાર્યક્રમ દરમ્યાન સેલ્ફી પોઈન્ટ ઇન્સ્ટોલ કરી સેલ્ફી લેવામાં આવી તેમજ સ્વચ્છતા શપથ લેવડાવવામાં આવી. વિશેષ કાર્યક્રમમાં આરોગ્ય વિભાગના બે કર્મચારીને વય નિવૃતિ વિદાય તેમજ એક કર્મચારીને કાયમીનો ઓર્ડર આપવામાં આવ્યો. સદર કાર્યક્રમમાં શહેર પ્રમુખશ્રી, પાલિકા પ્રમુખશ્રી, ચીફ ઓફિસરશ્રી, કારોબારી અધ્યક્ષશ્રી, આરોગ્ય ચેરમેનશ્રી, નગરપાલિકાના તમામ સદસ્યશ્રીઓ, પત્રકારશ્રીઓ, શાળાના વિદ્યાર્થીઓ તથા શિક્ષકગણ, નાગરિકો તેમજ કર્મચારીગણ હાજર રહ્યા હતા, તેમજ બસ ડેપો ખાતે સાફ-સફાઈની કામગીરી હાથ ધરવામાં આવી।
Average Rating