વાપી સ્થિત આર. કે.દેસાઈ ગ્રુપ ઓફ કોલેજીસ દ્વારા પ્રજાસત્તાક દિન નિમિત્તે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો।

આર.કે.દેસાઈ ગ્રુપ ઓફ કોલેજીસ દ્વારા પ્રજાસત્તાક દિન નિમિત્તે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમમાં ડો. એન.બી.પટેલ (ફોર્મર હેડ એન્ડ ડીન ઓફ કેમિસ્ટ્રી ડિપાર્ટમેન્ટ, વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી) દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. એમને પ્રજાસત્તાક દિન નિમિત્તે પોતાના મનનીય વિચારો રજૂ કર્યા તેમજ વિદ્યાર્થીઓને શુભેચ્છા અને આશીર્વચનો પાઠવ્યા. તેમજ બી.એડ કોલેજની તાલીમાર્થી પટેલ પલક દ્વારા આ દિન નિમિત્તે ભારતનું બંધારણ વિશે, દેશના શહીદો તેમજ સાચા અર્થમાં દેશના નાગરિક તરીકેની જવાબદારી વિશે વિચારો દર્શાવી વિદ્યાર્થીઓને પ્રેરણા પૂરી પાડી હતી. તેવીજ રીતે કોલેજના બીસીએ અને બીબીએ વિભાગના વિધાર્થીઓએ દેશ પ્રેમ દર્શાવતું સુંદર ડાન્સ રજૂ કર્યા. આ ઉપરાંત રમત ગમત દિવસના વીજતાઓને ઇનામો આપવામા આવ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રાધ્યાપક ભૂષણ સરોદે અને ડો પ્રફૂલ પટેલે કર્યું હતું. આ આયોજન કરવા બદલ સંસ્થાના ચેરમેન શ્રી મિલન દેસાઈ, કેમ્પસ ડાયરેક્ટર ડો. મિત્તલ શાહ તથા કોલેજના સર્વ આચાર્યોએ અને પ્રાધ્યાપકોએ સૌને અભિનંદન પાઠવ્યા હતા।