આર.કે.દેસાઈ ગ્રુપ ઓફ કોલેજીસ,વાપી દ્વારા ‘ આઝાદી કા અમૃત મહોત્સવ– 75′ મા સ્વાતંત્રદિનની ઉજવણી કરવામાં આવી।
આર.કે.દેસાઈ ગ્રુપ ઓફ કોલેજીસ,વાપી દ્વારા ‘ આઝાદી કા અમૃત મહોત્સવ– 75′ મા સ્વાતંત્રદિનની ઉજવણી કરવામાં આવી….. આ વિશેષ દિન નિમિત્તે દેશની આઝાદી માટે બલિદાન આપનાર સર્વ શહીદો , દેશની રક્ષા કરી રહેલા વીર જવાનો અને મહાન વ્યક્તિઓ ને યાદ કરી તેમને ધ્વજવંદન દ્વારા સલામી આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં કોલેજના ઇન્ચાર્જ કેમ્પસ ડાયરેક્ટર શ્રી શીતલ ગાંધી સાહેબ તેમજ સંસ્થામાં વર્ષોથી કામગીરી બજાવી રહેલા ક્લર્ક શ્રી કમલેશભાઈ પટેલ દ્વારા આપણા દેશના તિરંગો લહેરાવવામાં આવ્યો હતો અને સલામી આપી ભારત માતાને વંદન કરવામાં આવ્યા હતા.તિરંગો કે જે દેશની આન-બાન અને શાન છે એના સન્માનમાં સંસ્થાના વિવિધ વિદ્યાશાખાના આચાર્યશ્રીઓ ડૉ.શીતલ ગાંધી , ડૉ. મિત્તલ શાહ , ડૉ. પ્રીતિ ચૌહાણ , ડૉ. અમી ઓઝા તેમજ સંસ્થાના પ્રાધ્યાપકો અને વિદ્યાર્થીઓ હાજર રહી દેશની ભાવના વ્યક્ત કરી હતી.પ્રસ્તુત કાર્યક્રમમાં ડૉ.શીતલ ગાંધી સાહેબ દ્વારા દેશભાવના વ્યક્ત કરતું વકતવ્ય આપી વિદ્યાર્થિઓને દેશની ગરિમાની ઝાંખી કરાવી હતી. તેમજ વિદ્યાર્થીઓ દ્વારા દેશભાવના વ્યક્ત કરતું વકતવ્ય, નૃત્ય, દેશભક્તિ ગીત જેવી કૃતિઓ રજૂ કરવામાં આવી હતી જે કાર્યક્રમની શોભા વધાવી હતી. ત્યારબાદ ‘આઝાદી કા અમૃત મહોત્સવ – ૭૫’ ની ઉજવણી ઘણા દિવસોથી દેશભરમાં ચાલી રહેલ હતી. જેમાં અમારી સંસ્થા દ્વારા પણ દેશના તિરંગાથી વિદ્યાર્થીઓ અને સર્વ નાગરિકો જાગૃત થાય એ માટે વિવિધ કાર્યક્રમો અને સ્પર્ધાઓ યોજવામાં આવી હતી. આ વિવિઘ સ્પર્ધાઓમાં વિજેતા થનાર વિદ્યાર્થીઓનું ઈનામ વિતરણ દ્વારા સન્માન પણ કરવામાં આવ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન સંસ્થાના પ્રાધ્યાપિકા પ્રિન્સી ઠાકોર દ્વારા કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમના આયોજન બદલ સંસ્થાના ચેરમેનશ્રી મિલન દેસાઈ સાહેબે દેશગર્વની ભાવના વ્યક્ત કરી શુભેચ્છાઓ પાઠવી હતી… “આ સ્વતંત્રતા માટે ઘણાએ બલિદાન આપ્યું હતું,વંદન કરીએ તેઓને આજ,રાખીએ તેમના બલિદાન પ્રત્યે ભાન, કરીએ ભારત દેશને અસંખ્ય પ્રણામ….” 🙏🙏🙏🙏🙏🙏🙏 🇮🇳🇮🇳સ્વાતંત્ર દિનની શુભ કામનાઓ🇮🇳🇮🇳
प्लीज लाइक सेयर एण्ड कॅमेन्ट करे।
Average Rating