નવસારી મહાનગર પાલિકા સંચાલિત નગર પાલિકા હાઇસ્કૂલ માં 08 /02 /2025 ને શનિવારના રોજ ઉત્કર્ષ -2025 વાર્ષિક ઇનામવિતરણ નો કાર્યક્રમ યોજાયો હતો।

Views: 164
0 0

Read Time:2 Minute, 17 Second

અમારો વાર્ષિક ઇનામ વિતરણ સમારંભ ઉત્કર્ષ- 2025 પ્રતિભા, સખત મહેનત અને એકતાની અદભુત ઉજવણી હતો! મંત્રમુગ્ધ કરનારા પ્રદર્શનથી લઈને પ્રેરણાદાયી ભાષણો સુધી, આ કાર્યક્રમ અવિસ્મરણીય ક્ષણોથી ભરેલો હતો.@નવસારી મહાનગર પાલિકા સંચાલિત નગર પાલિકા હાઇસ્કૂલ માં 08 /02 /2025 ને શનિવારના રોજ ઉત્કર્ષ -2025 વાર્ષિક ઇનામવિતરણ નો કાર્યક્રમ યોજાયો હતો।મુખ્ય મહેમાન તરીકે શ્રીમતી ચેતનાબેન બિરલા ઉપસ્થિત રહ્યાં હતાં.અતિથિવિશેષ તરીકે ડૉ.કલ્પેશભાઇ ટંડેલ, શ્રીમતી દક્ષાબેન કથિરીયા, , શ્રી રોહિતભાઈ દેસાઇ તથા શ્રી હસમુખભાઇ પટેલ પધાર્યા હતાં.આજના વાર્ષિક ઇનામ વિતરણ સમારંભ ના મુખ્ય દાતા એવા શ્રી રાજેશભાઈ દેલવાડીયા અને અતુલભાઇ દેલવાડીયાની હાજરીથી મંચ શોભાયમાન હતો.CRC કૉર્ડીનેટર શ્રી ચંદુભાઇ આહીર પણ ઉપસ્થિત રહ્યાં હતાં. આચાર્યા હેમાબહેને સૌને આવકારી, તુલસીના છોડ અર્પણ કરી સન્માન્યા હતાં. દીપ પ્રાગટય બાદ શૈક્ષણિક, રમતગમત અને સાંસ્કૃતિક ઈનામો અપાયાં હતાં.. શ્રી કલ્પેશભાઈ ટંડેલ સાહેબ, શ્રીમતી દક્ષાબેન એમ. કથીરિયા અને શ્રીમતી ચેતનાબેને વિદ્યાર્થીઓને પ્રેરણાદાયક ઉદબોધન કર્યું હતું. વિદ્યાર્થીઓએ ડાન્સ, ડ્રામા, ભવાઇ, માઈમ, પિરામિડ ડાન્સ જેવાં ક્રાર્યક્રમો રજૂ કર્યાં હતા. મોટી સંખ્યા માં આવેલ વાલીઓ એ કાર્યક્રમને માણ્યો હતો.આ કાર્યક્રમને ખૂબ જ સફળ બનાવવા બદલ અમારા વિદ્યાર્થીઓ, શિક્ષકો, સ્ટાફ અને માતાપિતાનો ખૂબ ખૂબ આભાર. તમારા સમર્પણ અને ઉત્સાહે ખરેખર સાંજને ખાસ બનાવી દીધી।

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

You may also like