ધોધડકુવા ખાતે 35 મુ બ્રાહ્મણ કાચ કુળ પરિવાર નું સ્નેહ મિલનનો કાર્યક્રમ યોજાયો।
સ્નેહ મિલન એ સમાજમાં એકતા અને સંસ્કારોનું ચિંતન કરવાનું ઉત્કૃષ્ટ અભિગમ છે. સ્નેહ મિલન કાર્યક્રમ અંગે શ્રી બ્રાહ્મણ કાચ કુળ પરિવાર ના પ્રમુખ ઉમેદભાઈ પટેલ અને ઉપ પ્રમુખ ફુલજીભાઈ પટેલ તેમજ સમાજના અગ્રણીઓ સહીત 1500 જેટલાં લોકો હાજર રહ્યા હતા.પ્રસ્તુત કાર્યક્રમમાં તેજસ્વી વિદ્યાર્થીઓને ટ્રોફી અને પ્રમાણપત્ર આપી સમ્માનિત કરવામાં આવ્યા હતા. જેથી કરીને આવનાર સમયમાં વિદ્યાર્થીઓ શિક્ષણ ક્ષેત્રે વધુ મહેનત કરી પરિવાર અને સમાજનું નામ રોશન કરી શકે એ ઉદ્દેશ્યથી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ભરતભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું. આ અવસરે ઉપસ્થિત રહેનાર સર્વે દેવદૂર્લભ કાર્યકર્તા મિત્રો, શુભેચ્છકોનો સ્નેહપૂર્વક આભાર વ્યક્ત કરી સાથે સમૂહ ભોજન લઈને છુટા પડ્યા હતા।
Average Rating