એલીસબ્રિજ, સદભાવના ઈમેજીન સેન્ટરની, બાજુમાં, “TCS LOUNGE & RESTAURANT” માં ચાલતા ગેરકાયદેસર હુક્કાબારમાં દરોડો પાડી હુક્કાબારનો કુલ કિંમત રૂ. ૧૩,૬૧૦ /- મત્તાના મુદ્દામાલ કબજે લઈ કાયદેસરની કાર્યવાહી કરતી એસ.ઓ.જી. ક્રાઇમ બ્રાંચ, અમદાવાદ શહેર।
પોલીસ કમિશનરશ્રી, અમદાવાદ શહેર તથા સંયુકત પોલીસ કમિશનરશ્રી, ક્રાઇમબ્રાંચ, તથા નાયબ પોલીસ કમિશનરશ્રી, એસ.ઓ.જી. ક્રાઇમબ્રાંચ નાઓએ અમદાવાદ શહેરમાં નશીલા પદાર્થોની હેરાફેરી અટકાવવા સારૂ અસરકારક કામગીરી કરવા સૂચનાઓ કરેલ.જે અન્વયે મદદનીશ પોલીસ કમિશનરશ્રી, એસ.ઓ.જી. ક્રાઇમ બ્રાન્ચ નાઓના સુપરવિઝન તથા માર્ગદર્શન આધારે પોલીસ ઇન્સ્પેકટરશ્રી વી.ડી.મોરી તથા પોલીસ ઇન્સ્પેકટરશ્રી એન.ડી.નકુમ નાઓના માર્ગદર્શન આધારે પો.કો. જયપાલસિંહ અજીતસિંહ નાઓને મળેલ બાતમી હકિકત આધારે તા.૦૩/૦3/૦૨૫ ના રોજ એલીસબ્રિજ, સદભાવના ઈમેજીન સેન્ટરની, બાજુમાં, “TCS LOUNGE & RESTAURANT” નામની કેફે ખાતે પથીક શાહ દ્વારા બહારથી માણસો બોલાવી પોતાના આર્થિક ફાયદા સારૂ હુક્કાબારનો પુરવઠો રાખી ગેરકાયદેસર હુક્કાબારની પ્રવૃતી ચલાવે છે” જે બાતમી આધારે તપાસ કરતા હુક્કાબાર ચલાવનાર પથીક ભુપેન્દ્રભાઇ શાહ રહે.મ.નં.સી/૨૪, દિપ એપાર્ટમેન્ટ, આર.સી.પટેલ સ્કુલની બાજુમાં અમદાવાદ શહેર નાઓ વગર પાસ પરમીટની ગેરકાયદેસરની કુલ્લે ચિલમો સાથેના હુક્કા નંગ-૦૬ પાઈપો સાથેના તથા અલગ-અલગ ફ્લેવરોના પેકેટ નંગ-૭૦ તથા ઝારો નંગ-૦૧ તથા ફોઇલ એલ્યુમીનીયમ રોલ નંગ-૧ તથા ચીપીયા નંગ-૦૨ તથા ફિલ્ટર નંગ-૨૦ મળી કુલ્લે રૂ.૧૩,૬૧૦/- ની મત્તાના મુદ્દામાલ સાથે મળી આવી પકડાઇ ગયેલ હોય. તેઓની વિરૂધ્ધ અમદાવાદ શહેર ડીસીબી પોલીસ સ્ટેશન નોંધ કરી આગળ તપાસની પો.સ.ઈ.શ્રી, વી.એન. પ્રજાપતિ નાઓ તરફ ડેપ્યુટ કરેલ છે.કામગીરી કરનાર અધિકારીશ્રી તથા કર્મચારીઓ(૧) પોલીસ ઇન્સ્પેકટરશ્રી વી.ડી.મોરી(૨) પોલીસ ઇન્સ્પેકટરશ્રી એન.ડી.નકુમ(૩) પોલીસ સબ.ઇન્સ. વી.એન.પ્રજાપતિ(૪) હે.કો. ગજેન્દ્રસિંહ ઇસરાસિંહ(૫) હે.કો. કિરીટસિંહ ગંભીરસિંહ(૬) હે.કો. ગજેન્દ્રસિંહ વિક્રમસિંહ(૭) પો.કો. તરંગકુમાર રમણભાઇ(૮) પો.કો. જયપાલસિંહ અજીતસિંહ (બાતમી)(૯) પો.કો. સુરેન્દ્રસિંહ અમૃતસિંહ
Average Rating