ધરમપુરના નગરજનોને જણાવતા ખૂબ આનંદ થાય છે કે, ગત વર્ષમાં ધરમપુર નગરજનોએ વેરા ચૂકવીને નગરપાલિકાને ખૂબ સારો સહકાર આપેલો છે. જે બદલ પાલિકાતંત્ર નગરજનોનો આભાર વ્યક્ત કરે છે।
વધુમાં જણાવવાનું કે, નાણાકીય વર્ષ 2025-26 એટલે કે ચાલુ વર્ષનો વેરો જો એપ્રિલ અને મે માસ સુધી એટલે કે આવનારા બે માસમાં ભરી દેશે તો સરકારશ્રી તરફથી 10% નો લાભ આપવામાં આવશે. એક આનંદની વાત એ છે કે, ધરમપુર ત્રણ દરવાજા મહારાણા શ્રી વિજયદેવજી સ્પોર્ટ્સ સંકુલમાં આવેલા સ્વિમિંગપૂલને આવતીકાલ એટલે કે તારીખ-03/04/2025 ત્રીજી એપ્રિલ થી આરંભ કરવા જઈ રહ્યા છીએ. શિસ્તપ્રિય ધરમપુર વાસીઓને વિનંતી કે ખુબ અનુસાશન સાથે સ્વિમિંગપૂલનો ઉપયોગ કરી શકે છે. સ્થળ પર રહેલા પાલિકાના કર્મચારીઓને નગરજનો પૂરો સહયોગ કરશે એવો અમને ચોક્કસ વિશ્વાસ છે. સ્વિમિંગ પૂલમાં – એક વ્યક્તિની ફી ₹50 રાખેલ છે. માસિક પાસના ₹600 રાખેલ છે. માસિક પાસ નગરપાલિકા કચેરીએથી લેવાનો રહેશે।
Average Rating