અહમદાબાદમાં બધા સિખ અને પંજાબી સમાજ એક છત હેઠળ ભેગા થઈને વૈસાખીનો ઉત્સવ ઉજવ્યો. આ ઐતિહાસિક ક્ષણ આનંદ, સંસ્કૃતિ અને એકતાથી ભરપૂર હતી।

Views: 297
0 0

Read Time:1 Minute, 37 Second

વેશાખી ની આ અનોખી ઉજવણી રોયલ પંજાબી ના શીતલ ગુરુદત્ત, રાની બગ્ગા અને રોશી વાસુ દ્વારા કરવામાં આવી હતી, જેમનો ઉદ્દેશ લોકોને સમૃદ્ધ સાંસ્કૃતિક વારસા સાથે જોડવાનો અને ગુજરાતમાં તમામ સિખ અને પંજાબીઓ વચ્ચે મજબૂત સંબંધ બનાવવાનો હતો.

આ પ્રસંગે” સિખ ફાઉન્ડેશન” ગુજરાત ની પ્રમુખ પરમજીત કૌર છાબડા અને ગુરૂદ્વારા ગોબિન્દધામના પ્રમુખ ઇશ્વર સિંહ હાજર રહ્યા અને પોતાનો આશીર્વાદ આપ્યો, કાર્યક્રમ ની શરૂઆત કીર્તન અને અરદાસ થી કરવામાં આવી. ભંગડા, ગિદદા, ગાયન, રેમ્પવાક, ક્વિઝ અને મૉજ મસ્તી ની સાથે બધા એ મક્કા ની રોટી સરસો નુ સાગ, લસ્સી અને પંજાબી ફૂડ નુ મઝા માણ્યું. મહશુર એન્કર પબલીન સીંગ એ પોતાની આગવી ઓઢખ થી બધા ના મન મોહી લીધું. કાર્યક્રમ ના મુખ્ય આકર્ષણ મા ફોટો બુથ, ગિફ્ટ અને વિભિન્ન સ્ટોલ હતા સાથે ખાસ લાઈવ ઠંડાઇ નુ ગર્મી મા બધા ને ઠંડક કરાવી.

આ સપનાને સાકાર બનાવવા માટે જેમણે સહયોગ આપ્યો એ દરેક વ્યક્તિનો દિલથી આભાર. આ માત્ર એક ઉત્સવ નહીં, પણ અમારી ઓળખ, મૂળ અને સંસ્કૃતિ માટેનો પ્રેમ ઉજવ્યો।

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

You may also like