વાપી શહેર યુથ કોંગ્રેસ સમિતિ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું।
આજ રોજ વાપી મામલતદાર કચેરી ખાતે વાપી બજારમાં લારી અને પાથરણા, શાકભાજી વાળાઓને વેપારીઓને જે રોજ બરોજ વાપી મહાનગરપાલિકાના કર્મચારીઓ દ્વારા જે દંડ ફટકારવામાં આવે છે હેરાન કરવામાં આવે છે માલ જપ્ત કરી દેવામાં આવે છે અને (સરકારી અધિકારી વગર જે દંડ ફટકારવામાં આવે છે તેસરકારી કચેરી છ વાગ્યા બંધ થવા પછી પણ રાત્રે 9:00 વાગ્યા સુધી સરકારી અધિકારી વગર આવીને 11 માસના કરાર પર જે કર્મચારીને લેવામાં આવ્યા છે તે લોકોને કોઈપણ કાયદાકીય રીતે દંડ કે માલજપ્ત કરવાનો કોઈ અધિકાર ગુજરાત સરકારના પરિપત્રમાં નથી તે બાબતે વાપી શહેર યુથ કોંગ્રેસ સમિતિ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.. આ કાર્યક્રમમાં વાપી શહેર યુથ કોંગ્રેસ વરુણ સિંહ ઠાકોર,વાપી નગરપાલિકાના વિરોધ પક્ષના નેતા ખંડુભાઈ પટેલ, ફરહાન ભાઈ બોગા, આપ પ્રમુખ બિપીન ભાઈ તોમર અને કોંગ્રેસના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં વેપારીઓ ઉપસ્થિત રહ્યા હતા।
Average Rating