આર.કે.દેસાઈ કૉલેજ ઑફ એજ્યુકેશન,વાપીમાં “ગુરુ પૂર્ણિમા”ના પાવન દિવસની ઉજવણી કરવામાં આવી ।

Views: 657
2 0

Read Time:2 Minute, 46 Second

આર.કે.દેસાઈ કૉલેજ ઑફ એજ્યુકેશન,વાપીમાં “ગુરુ પૂર્ણિમા”ના પાવન દિવસની ઉજવણી કરવામાં આવી …આર.કે.દેસાઈ કૉલેજ ઑફ એજ્યુકેશન,વાપીમાં “ગુરુ પૂર્ણિમા”ના પાવન દિવસની ઉજવણી કરવામાં આવી હતી.જેમાં બી. એડ.ના પ્રાધ્યાપકોનું કુમકુમના ચાંદલો કરી કાર્યક્રમ માટે આવકાર્યા હતા. દીપ પ્રાગટ્ય કરી એફ.વાય. બી.એડ. ની તાલીમાર્થીઓ દ્વારા પ્રાર્થના રજૂ કરવામાં આવી હતી. ત્યારબાદ બી. એડ.ના તમામ પ્રાધ્યાપકોનું પુષ્પ વડે સ્વાગત કરવામાં આવ્યું હતું. એફ.વાય.બી. એડ. ની તાલીમાર્થી વૈરાગી પ્રિયંકા દ્વારા સ્તુતિ નૃત્ય, ગ્રૂપ ડાન્સ દ્વારા ગુરુ સ્તુતિ નૃત્ય,પટેલ ક્રેની અને પટેલ કરીના દ્વારા ગુરુ પૂર્ણિમા વિશે વક્તવ્ય,વૈશાલી પટેલ અને મનાલી ધોડી દ્વારા કાવ્ય પઠન , મનીષા પટેલ દ્વારા દોહા ગાન, પ્રતીક્ષા પટેલ દ્વારા ગુરુ પૂર્ણિમા ને લાગતી પ્રશ્નોત્તરી અને ગુરુનું વિશેષ મહત્વ સમજાવતું નાટક રજૂ કરવામાં આવ્યું હતુ. જે સમગ્ર કાર્યક્રમનું આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.ત્યાર બાદ એસ .વાય.બી.એડ.ના તાલીમાર્થીઓ દ્વારા PPT presentation દ્વારા વૈદિક કાળના ગુરુઓનો વિશિષ્ટ પરિચય કરાવી આપણી ભુલાતી જતી સંસ્કૃતિને ઉજાગર કરવાનો સમર્થ પ્રયાસ કર્યો હતો. કાર્યક્રમના અંતે કોલેજના આચાર્યા ડૉ.પ્રીતિ ચૌહાણ,ડૉ. ગુંજન વશી, ડૉ.રાહુલ ટંડેલ , ડૉ.વૈશાલી દેસાઈ અને પ્રા.અક્ષય ટંડેલ દ્વારા આર્શીવચનો આપવામાં આવ્યા હતા. આ કાર્યક્રમનું સંચાલન એફ.વાય. બી.એડના તાલીમાર્થી મનાલી પટેલ, જયશ્રી ધોડી, એશ્વર્યા પટેલ અને પલક પટેલ દ્વારા કરવામાં આવ્યુ હતું. સમગ્ર કાર્યક્રમનું આયોજન ડૉ. વૈશાલી દેસાઈ, પ્રા.દીક્ષિતા ઢીમ્મર અને ડૉ.સારિકા પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. પ્રસ્તુત સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવા બદલ કોલેજના ચેરમેનશ્રી મિલન દેસાઈ એ શુભેચ્છાઓ પાઠવી હતી।

प्लीज लाइक सेयर एण्ड कॅमेन्ट करे।

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

You may also like