‘હું બાજુની દુકાનમાં નોકરી કરું છું અને મને મોટી નોટનું બંડલ જોઇએ છે- નાની નોટનું બંડલ આપી જાઉં છું’ એવું કહી જુદી જુદી દુકાનોમાં છેતરપીંડી કરી રોકડા પૈસા ઝૂંટવીને ભાગી જનાર આરોપી એહમદ રઝા ઉર્ફે અયાન ઝોલ યકીન તૈલીને ઝડપી લેતી સુરત શહેર રાંદેર પોલીસ।
‘હું બાજુની દુકાનમાં નોકરી કરું છું અને મને મોટી નોટનું બંડલ જોઇએ છે- નાની નોટનું બંડલ આપી જાઉં છું’ એવું કહી જુદી જુદી દુકાનોમાં છેતરપીંડી કરી રોકડા પૈસા ઝૂંટવીને ભાગી જનાર આરોપી એહમદ રઝા ઉર્ફે અયાન ઝોલ યકીન તૈલીને ઝડપી લેતી સુરત શહેર રાંદેર પોલીસ।આરોપી એહમદ રઝા સિરિયલમાં એક્ટિંગ કરતો હતો અને ઈન્સ્ટાગ્રામ-ફેસબુક પર રિલ્સ બનાવતો હતો, રિલ્સ બનાવવા અને ફોલોઅર્સ વધારવા માટે પૈસાની જરૂર પડી, ખરાબ મિત્રોની સંગતમાં ડ્રગ્સનાં નશા તરફ વળ્યો-પોતે એક્ટર હોય દવાની દુકાનવાળા, જ્વેલર્સ, કરિયાણાવાળા સાથે છૂટા પૈસાનાં બહાને છેતરપીંડી કરતો હતો. પોતાને એક્ટિંગ આવડતી હોવાથી કોઇને પણ વાતમાં ફસાવી લેવામાં માહિર હતો. ભૂતકાળમાં ૧૭ ગુનાઓમાં ઝડપાયો હતો અને જામીન પર છૂટી ગયો હતો પણ નશાખોરી અને વૈભવી લાઈફ સ્ટાઈલને કારણે છેતરપીંડી ચાલુ રાખી, છેલ્લા બે-ત્રણ મહિનામાં એણે ઘણાં જ્વેલર્સની દુકાનમાં આ રીતે છેતરપીંડી કરતા જ્વેલર્સ એસોસિએશને આ ઇસમથી સાવધાન રહેવા પોતાનાં વોટ્સએપગૃપમાં મેસેજ પણ કર્યો હતો।
સુરતનાં વ્યાપારીઓને અપીલ
તમારી પાસે આવી રીતે કોઈપણ ઇસમ છૂટા રૂપિયાને બહાને અથવા તો લોભામણી વાતો કરી છેતરપીંડી કરવાની કોશિષ કરે તો સાવધ રહો અને સુરત શહેર પોલીસને તરત જ જાણ કરો. તમારી દુકાનમાં સી.સી.ટી.વી કેમેરા મૂકાવો।
प्लीज लाइक सेयर एण्ड कॅमेन्ट करे।
Average Rating