પ્લાસ્ટિક ગૌમાતાના મૃત્યુનું કારણ બન્યું।

Views: 395
1 0

Read Time:1 Minute, 38 Second

કલગામ ગ્રામ પંચાયતની હદમાં સોરઠવાડ વિસ્તારમાં છેલ્લા થોડા દિવસોથી ઉપરા છાપરી ગાયોના મૃત્યુના સમાચાર ધ્યાનમાં આવ્યા બાદ, ઉપરોકત વિષયની ગંભીરતાને ધ્યાનમાં લઈ, કલગામના સરપંચ રોહિતભાઈ હળપતિ, ડેપ્યુટી સરપંચ રસિકભાઈ પટેલ, સામાજિક કાર્યકર્તા સંજય પટેલે પશુ ચિકિત્સક ડૉ. હસમુખભાઈનો સંપર્ક કરી ગાયોના મૃત્યુના કારણની તપાસ હાથ ધરવા તજવીજ કરી હતી. ડૉ. હસમુખભાઈ તથા તેમની ટીમ દ્વારા આ બાબતે તપાસ કરવામાં આવી હતી. આજરોજ પશુ ચિકિત્સકના માર્ગદર્શન હેઠળ ગાયોનું પોસ્ટમોર્ટમ કરતાં તપાસમાં જાણવા મળ્યું કે ગાયોના પેટમાં આશરે 30 થી 40 કિલો જેટલું પ્લાસ્ટિક મળી આવ્યું હતું. આ પ્લાસ્ટિક ગૌમાતાના મૃત્યુનું કારણ બન્યું હતું. આ પ્લાસ્ટિક ગ્રામજનો અને અન્ય સહેલાણીઓ દ્વારા જ ઠેર ઠેર નાંખવામાં આવતું હોય છે. આ કિસ્સા બાદ ગ્રામજનોને નમ્ર અપીલ કરવામાં આવે છે કે પ્લાસ્ટીકનો કચરો અલગ કરી તેનો નાશ કરવો. જેથી ગૌમાતાને બચાવી શકાય. પોસ્ટમોર્ટમ બાદ તમામ ગાયોને સંજય પટેલ દ્વારા વિધિ પૂર્વક દફનવિધિ કરવામાં આવી હતી।

प्लीज लाइक सेयर एण्ड कॅमेन्ट करे।

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

You may also like