મહાનિદેશક શ્રી વિકાસ સહાય તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં ગૃહ વિભાગના ‘આઈ પ્રગતિ’ અને ‘તેરા તુજકો અર્પણ’ પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યા હતા।
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે આજે ગાંધીનગર ખાતેથી ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, પોલીસ મહાનિદેશક શ્રી વિકાસ સહાય તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં ગૃહ વિભાગના ‘આઈ પ્રગતિ’ અને ‘તેરા તુજકો અર્પણ’ પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત, મુખ્યમંત્રીશ્રીએ નાણાંકીય સાયબર ક્રાઇમને લગતી ફરિયાદોના આધારે ફ્રિઝ થયેલા બેંક ખાતાને અનફ્રિઝ કરાવવા માટેની ઓનલાઇન એપ્લિકેશન પણ લોન્ચ કરી હતી.
ઈન્ટેલિજન્સ, સર્વેલન્સ અને કન્વિક્શન માટે સમયાનુકૂળ બદલાવો લાવીને સ્ટ્રીટ સ્પેસથી લઈને સાયબર સ્પેસ સુધી ગુનાખોરી ડામવામાં ગુજરાત પોલીસની સજ્જતાને વધુ વેગ આપતા બે પોર્ટલના લોન્ચિંગ અવસરે મુખ્યમંત્રીશ્રીએ ભારતીય સેનાના ઓપરેશન સિંદુરનો ગૌરવપૂર્વક ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે, માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી તથા માનનીય કેન્દ્રીય ગૃહ-સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહના નેતૃત્વમાં ટેક્નોલોજીના ઉપયોગથી નાગરિકોની સેવા, કાયદો-વ્યવસ્થાના પાલન તેમજ દેશની સુરક્ષા સુનિશ્ચિત થઈ છે.
મુખ્યમંત્રીશ્રીએ પોલીસ તંત્રને આધુનિક ટેકનોલોજી અને ઇન્ફ્રાસ્ટ્રકચર પૂરું પાડવાની નેમ દર્શાવવાની સાથોસાથ પોલીસ દળના મલ્ટીટાસ્કિંગ એક્શન ફોર્સ થકી વિકસિત અને સુરક્ષિત ગુજરાતના નિર્માણનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો।
Average Rating