આર.કે.દેસાઈ ગ્રુપ ઓફ કોલેજીસ તથા આર. કે. દેસાઈ અંગ્રેજી માધ્યમ સ્કૂલ, વાપી દ્વારા ‘યોગ- એક સંજીવની’ ની વિચારધારા સાથે “આંતરરાષ્ટ્રીય યોગ દિવસ” ની ઉત્સાહ સભર ઉજવણી કરવામાં આવી।
![]()
![]()
![]()
![]()
આર.કે.દેસાઈ ગ્રુપ ઓફ કોલેજીસ તથા આર. કે. દેસાઈ અંગ્રેજી માધ્યમ સ્કૂલ, વાપી દ્વારા ‘યોગ- એક સંજીવની’ ની વિચારધારા સાથે “આંતરરાષ્ટ્રીય યોગ દિવસ” ની ઉત્સાહ સભર ઉજવણી કરવામાં આવી..
યોગ વ્યાયામ ભારત વર્ષના ઋષિમુનિઓની એક અનુપમ શોધ છે. પ્રાચીનકાળમાં માનવીનું જીવન કુદરત સાથે ઓતપ્રત થઈને વહેતુ હતું. જાણે પ્રકૃતિના ગોદમાં રમતું બાળક જેવું ઋષિમુનિઓ પ્રકૃતિની અંદર ઈશ્વરની જે મહાન શક્તિ કામ કરી રહી છે તે જાણવા હંમેશા પ્રયત્ન કરતા આના જ ફળ સ્વરૂપે શારીરિક અને માનસિક તંદુરસ્તી નિરોગી અને દીર્ઘાયુ જીવન નો લાભ મેળવવા આસન પ્રયાણામ જેવી પ્રણાલી શોધી કાઢી અને આ ઋષિમુનિઓની શોધને 21 જૂન આખું ‘વિશ્વ યોગ દિવસ’ તરીકે મનાવી મનુષ્યના સ્વાસ્થ્યને નિરોગી તંદુરસ્ત રાખવા લોકજાગૃતિ અર્થે ઉજવવામાં આવે છે. સંસ્થાના બધાજ વિદ્યાશાખાના પ્રાધ્યાપકો અને આર. કે. દેસાઈ અંગ્રેજી માધ્યમ સ્કૂલનાં આચાર્ય શ્રી તેમજ શિક્ષકો અને વિવિધ વિદ્યા શાખાનાં વિદ્યાર્થીઓ તથા સ્કૂલનાં વિધાર્થીઓએ ઉત્સાહ સાથે ભાગ લઈ વિવિધ પ્રકારના શ્લોકો દ્વારા વિશિષ્ટ પદ્ધતિ દ્વારા ‘વિશ્વ યોગ દિવસ’ની ઉજવણી કરવામાં આવી હતી.આ સમગ્ર કાર્યક્રમનું આયોજન અને સંચાલન સંસ્થાના ફીઝીકલ એજ્યુકેશનના પ્રાધ્યાપક ડૉ. પ્રફુલભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમ કરવા બદલ સંસ્થાના ચેરમેનશ્રી મિલન દેસાઈ તથા ઇન્ચાર્જ કેમ્પસ ડાયરેક્ટર ડૉ. મિત્તલ શાહએ તેમજ સંસ્થાના સમગ્ર વિદ્યાશાખાના આચાર્યશ્રીઓએ પણ ભાગ લઈ આવા યોગ સ્વાસ્થ્ય પ્રત્યે લોકજાગૃતિ લાવી સમાજ કલ્યાણને લગતા કાર્યક્રમો થતા રહે એ માટે શુભેચ્છાઓ પાઠવી હતી।
Average Rating