રામની વાડીએ’ દક્ષિણ ગુજરાત સાહિત્ય ઉત્સવ કાર્યક્રમ।
વાપીમાં સાહિત્યકારો પર વિવિધ વ્યાખ્યાનો, પ્રભાતફેરી, કવિ સંમેલન 21, 22 જૂને આ ઉત્સવ ઉજવાયો જેમાં ગુજરાતી સાહિત્ય અકાદમીની સાથે વાપીની વિવિધ સંસ્થા જોડાઈ હતી અને જેમાં સહભાગી સંસ્થા તરીકે અમારી સંસ્થાના અધ્યાપકો, તાલીમાર્થીઓ ખૂબ ઉત્સાહભેર આ કાર્યક્રમમાં ભાગીદાર બન્યા હતા.
ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર ગુજરાતમાં બોલાતી છ ભાષા ગુજરાતી, હિન્દી,સંસ્કૃત ઉર્દુ, સિંધી અને કચ્છી ભાષાઓના સંરક્ષણ અને સંવર્ધન માટે આ કાર્યક્રમ ઉજવાયો હતો.દક્ષિણ ગુજરાતના સાહિત્ય અને સાહિત્યકારોને પ્રોત્સાહન મળે અને યુવાધન સાહિત્ય સાથે જોડાય એવા હેતુથી તા. 21-22જૂન 2025ના રોજ સવારે 10.30 કલાકથી દક્ષિણ ગુજરાત સાહિત્ય ઉત્સવ રામની વાડીએનું આયોજન પદ્મ ભૂષણ શ્રી રજુ શ્રોફ ઓડિટોરિયમ વાપી ખાતે કરાયું હતું.જે અંતર્ગત દક્ષિણ ગુજરાતના સાહિત્યકારો પર વિવિધ વ્યાખ્યાનો, પ્રભાતફેરી, કવિ સંમેલન, કથા કથન અને સાંજે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરાયું હતું..જે કુલ મળીને 11 સત્રમાં તા. 21-22 જુન 2025ના રોજ વિભાજિત કર્યા હતા. આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉત્સવના આયોજનમાં સ્પંદન ગ્રુપ ,રોફેલ કોલેજ, આર.કે દેસાઈ કોલેજ ઓફ એજ્યુકેશન, સરકારી કોલેજ- દ્મણ વગેરે સ્થાનિક સંસ્થાઓનો સહયોગ મળ્યો હતો. સમસ્ત સાહિત્ય પ્રેમીઓને ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર દ્વારા કાર્યક્રમમાં રહેવા જણાવ્યું હતું।
Average Rating