સંત નિરંકારી મિશન દ્વારા સુરત ઝોનમાં 30 સ્થળોએ યોજાયેલા યોગાભ્યાસ શિબિરોમાં શ્રદ્ધાળુઓની ઉત્સાહપૂર્ણ સહભાગિતા।

Views: 138
0 0

Read Time:2 Minute, 34 Second

વાપી, 21 જૂન, 2025: ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ નિમિત્તે આજે 21 જૂનના રોજ સંત નિરંકારી મિશન દ્વારા સમગ્ર ભારતવર્ષમાં મિશનની 1000થી વધુ શાખાઓમાં યોગ દિવસનું આયોજન કરવામાં આવ્યું હતું, ત્યાં સુરત ઝોનમાં 30 સ્થળોએ યોગાભ્યાસ શિબિરોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સેંકડોની સંખ્યામાં નિરંકારી ભાઈ-બહેન શ્રદ્ધાળુઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

 

દરેક સ્થળે સ્થાનિક યોગ પ્રશિક્ષકોના માર્ગદર્શન હેઠળ શ્રદ્ધાળુઓએ યોગાસનો કર્યા અને જીવનમાં યોગના મહત્વ વિશે મૂલ્યવાન શિક્ષા પ્રાપ્ત કરી. તમામ સ્થળોએ સવારે 6 થી 7 દરમિયાન આ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.

 

સંત નિરંકારી મિશન દ્વારા વાપી સેક્ટર, વલસાડ સેક્ટર, કપરાડા સેક્ટર, સેલવાસા સેક્ટર, ઉમરગામ સેક્ટર, સુરત સેક્ટર અને નૌગામ સેક્ટર કુલ મળીને સુરત ઝોનમાં લગભગ 30 સ્થળોએ આ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.

 

ઉલ્લેખનીય છે કે સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા વિશ્વ કલ્યાણ માટે ચલાવવામાં આવતી વિવિધ પ્રવૃત્તિઓમાં સંત નિરંકારી મિશન સતત પોતાનું સક્રિય યોગદાન આપી રહ્યું છે. આ વર્ષે ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ના ‘એક ધરતી – એક સ્વાસ્થ્ય’ના ધ્યેયને સામે રાખીને મિશન દ્વારા પુરુષોની સાથે સાથે મહિલા શ્રદ્ધાળુઓને પણ યોગ શિબિરોમાં ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા, જેના પરિણામે મહિલાઓએ આ શિબિરોનો લાભ લીધો હતો.

 

સત્ગુરુ માતા સુદીક્ષા જી મહારાજની દિવ્ય આધ્યાત્મિક શિક્ષાને ધારણ કરીને નિરંકારી ભક્તો જ્યાં મનોબળ અને આત્મબળ પ્રાપ્ત કરે છે, ત્યાં યોગનો પોતાના જીવનમાં સમાવેશ કરીને શારીરિક અને માનસિક સ્વાસ્થ્યથી પણ લાભાન્વિત થઈ રહ્યા છે।

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

You may also like