નિરંકારી સતગુરુની શિક્ષાઓથી પ્રેરણા લઈ, 129 નિરંકારી ભક્તોએ ઉદવાડામાં કર્યું રક્તદાન।
ઉદવાડા, 13 જુલાઈ, 2025:
સતગુરુ માતા સુદીક્ષા જી મહારાજની દિવ્ય શિક્ષાઓ દ્વારા ‘માનવ સેવા એ જ પ્રભુ સેવા’ ના મહાત્મ્યને અનુસરતા, સંત નિરંકારી મિશનની સામાજિક શાખા – સંત નિરંકારી ચેરિટેબલ ફાઉન્ડેશનના તત્વાવધાન હેઠળ ઉદવાડા સ્થિત સંત નિરંકારી સત્સંગ ભવન ખાતે રવિવાર, 13 જુલાઈના રોજ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું.
આ રક્તદાન શિબિર ઉદવાડા, પરિયા અને ઘગડમાડ બ્રાંચના સહયોગથી યોજવામાં આવી હતી, જેમાં 129 યુનિટ રક્ત એકત્રિત થયું.આ શિબિરમાં આસપાસના અનેક વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં નિરંકારી ભક્તોએ ઉમંગ અને ઉત્સાહ સાથે ભાગ લીધો. રક્તદાનોનું સંગ્રહ જી.એમ.આઈ.આર.એસ. મેડિકલ કોલેજ અને હોસ્પિટલના સહયોગથી સફળતાપૂર્વક કરવામાં આવ્યું.
આ શિબિરનું ઉદ્ઘાટન દક્ષિણ ગુજરાતના પ્રભારી શ્રી ઓંકારસિંહ બસરાં જીના કરકમળો દ્વારા કરવામાં આવ્યું. તેમણે પોતાના સંબોધનમાં જણાવ્યું કે, બાબા હરદેવસિંહ જી મહારાજે વિશ્વને સંદેશ આપ્યો કે – “માનવ સેવા એ જ પ્રભુ સેવા છે”, જેને અનુસરતા નિરંકારી ભક્તો સતત નિષ્કામ ભાવથી માનવતાની સેવામાં તત્પર રહે છે. આજના સદગુરુ માતા સુદીક્ષા જીના માર્ગદર્શન હેઠળ ભક્તજન રક્તદાન જેવા પવિત્ર કાર્ય દ્વારા સમાજસેવામાં અનવરત યોગદાન આપી રહ્યા છે.
આ અવસરે, વાપી સેક્ટરના સ્થાનિક સંયોજકશ્રી, સોશિયલ વેલ્ફેર કો-ઓર્ડિનેટરશ્રી, ઉદવાડા, પરિયા અને ઘગડમાડ બ્રાંચના મુખીઓ, સંત નિરંકારી ચેરિટેબલ ફાઉન્ડેશનના સ્વયંસેવકો તેમજ સેવાદળ ભાઈઓ-બહેનો અને સેવાદળના અધિકારીઓની સહભાગીતાથી સમગ્ર કાર્યક્રમ ખૂબ જ સફળ રીતે સંમ્પન થયો।
Average Rating