વાપીની શ્રી એલ જી હરિઆ મલ્ટિપર્પઝ શાળા ના વિદ્યાર્થીઓ વકતૃત્વ સ્પર્ધા અને ક્વિઝ કોમ્પીટિશન મા ઝળકયા।
પ્રભાત સ્કોલર્સ એકેડમી સેલવાસ દ્વારા આંતર સ્કુલ વકતૃત્વ સ્પર્ધા અને ક્વિઝ કોમ્પીટિશન નુ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વાપી ની શ્રી એલ જી હરિઆ મલ્ટિપર્પઝ શાળા ના વિદ્યાર્થીઓ એ વિવિધ શ્રેણીમાં ભાગ લીધો હતો જેમાં વકતૃત્વ સ્પર્ધા-ગૃપ-1મા ધોરણ ચાર ની વિદ્યાર્થીની આરાધ્યા મિશ્રાએ દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યું હતું જ્યારે ગૃપ -2મા ધોરણ આઠની વિદ્યાર્થીની સુનિતા શેખાવતે પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું અને ગૃપ -3મા ધોરણ નવ ની વિદ્યાર્થીની સેનોરિટા શર્માએ દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરી શાળાને ગૌરવ અપાવ્યું છે. જ્યારે ક્વિઝ કોમ્પીટિશન મા ધોરણ નવ નો વિદ્યાર્થી અનમોલ શ્રીવાસ્તવ અને ધોરણ અગિયાર નો વિદ્યાર્થી યુવરાજ સીંઘે તૃતિય સ્થાન પ્રાપ્ત કરી શાળાને ગૌરવ અપાવ્યું છે. શાળા ના મેનેજમેન્ટ અને આચાર્યા શ્રીમતી બીની પૌલે શાળા પરિવાર વતી વિજેતા બાળકો અને તેમની માર્ગદર્શક શિક્ષકો ની ટીમને મેળવેલ સફળતા બદલ અભિનંદન પાઠવ્યા હતા।
Average Rating