પોલીસ કમિશ્નરશ્રીનાઓએ શહેર વિસ્તારના મુસાફર પરિવહન કેન્દ્રોની સુરક્ષા અંગે સંકલન બેઠક યોજ્યા બાદ, આજે જાતે કાલુપુર રેલવે સ્ટેશનની મુલાકાત લીધી।
અમદાવાદ શહેર પોલીસ કમિશ્નરશ્રી જી.એસ.મલિકનાઓ કાલુપુર રેલવે સ્ટેશનની મુલાકાતે ।
પોલીસ કમિશ્નરશ્રીનાઓએ શહેર વિસ્તારના મુસાફર પરિવહન કેન્દ્રોની સુરક્ષા અંગે સંકલન બેઠક યોજ્યા બાદ, આજે જાતે કાલુપુર રેલવે સ્ટેશનની મુલાકાત લીધી.
જેમાં ડિવિઝનલ મેનેજરશ્રી- રેલવે,ADRM – રેલવે, ડિવિઝનલ સિક્યોરિટી અધિકારીશ્રીઓ – RPF, સ્ટેશન ડાયરેક્ટરશ્રી, Dy.MC – અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, નાયબ પોલીસ અધિક્ષકશ્રી- વેસ્ટર્ન રેલ્વે,RTO ઇન્સ્પેક્ટરશ્રીઓ તથા અમદાવાદ શહેરના નાયબ પોલીસ કમિશ્નરશ્રી અને સ્થાનિક પોલીસ ઇન્સ્પેક્ટરશ્રીઓ હાજર રહ્યા.
શહેરમાં રેલ્વે સ્ટેશન ખાતે આવતા મુસાફરોને પડતી અગવડ ઓછી થાય તે માટે નિવારાત્મક પગલાં અંગે આયોજન માટે નવા બની રહેલ કાલુપુર રેલવે સ્ટેશન ખાતે વાહન પાર્કિંગ, નવા વિકસી રહેલ રેલવે સ્ટેશનના સરસપુર તરફના વિસ્તાર તથા ભવિષ્યમાં ટ્રાફિકની અગવડતા ઓછી થાય તે રીતના આયોજન અમલમાં મુકી શકાય તે હેતુસર રેલવે સ્ટેશનના આસપાસના રોડ આ તમામ ની મુલાકાત લેવામાં આવી।
Average Rating