વાપીની શ્રી એલ જી હરિઆ મલ્ટિપર્પઝ શાળા ના વિદ્યાર્થીઓ ઝળક્યા।
વાપીની શ્રી એલ જી હરિઆ મલ્ટિપર્પઝ શાળા ના વિદ્યાર્થીઓ ઝળક્યા।
જીવરાજકા ઈન્ટરનેશનલ સ્કુલ સેલવાસ દ્વારા ” જે આઈ એસ ટેલેન્ટ ક્વેસ્ટ -2025″અંતર્ગત પ્રાયમરી વિભાગ માટે વિવિધ પ્રતિયોગિતા નુ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વાપી ની શ્રી એલ જી હરિઆ મલ્ટિપર્પઝ શાળા ના વિદ્યાર્થીઓ એ વિવિધ પ્રતિયોગિતા માં ભાગ લીધો હતો. જેમાં ધોરણ પાંચ ની વિદ્યાર્થીની માહી પાંચાલે કેરમ પ્રતિયોગિતા માં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યુ છે. જયારે ચેસ પ્રતિયોગિતામા ધોરણ ચાર નો વિદ્યાર્થી દેવર્ષ ભાનુશાલી દ્વિતીય રનર્સ અપ રહયો હતો. જુનિયર ગાયક જૂથ ધોરણ ચાર ના વિદ્યાર્થીઓ ગૃપ સોંગ મા દ્વિતીય રનર્સ અપ રહયા હતા. ભવ્ય થોરાટ અને પ્રિન્સી યુગલ ગીત માટે દ્વિતીય રનર્સ અપ રહયા હતા.પેઈન્ટીંગ પ્રતિયોગિતા -ક્રિએટિવ કેનવાસ અંતર્ગત ધોરણ ત્રણ ની વિદ્યાર્થીની રિતિકા અલીમ અને દિવ્યાંશા પુરોહિત દ્વિતીય રનર્સ અપ રહયા હતા. શાળા ના મેનેજમેન્ટ અને આચાર્યા શ્રીમતી બીની પૌલે શાળા પરિવાર વતી વિજેતા વિદ્યાર્થીઓ અને તેમની માર્ગદર્શક શિક્ષકો ની ટીમને મેળવેલ સફળતા બદલ અભિનંદન પાઠવ્યા હતા।
Average Rating