આર. કે.દેસાઈ કોલેજ ઓફ એજ્યુકેશન, વાપીમાં વિધાર્થી પ્રતિનિધિમંડળની રચના કરવા માટે ચૂંટણી કાર્યક્રમ યોજાયો.।

Views: 474
3 0

Read Time:2 Minute, 14 Second

આર. કે.દેસાઈ કોલેજ ઓફ એજ્યુકેશન, વાપીમાં વિધાર્થી પ્રતિનિધિમંડળની રચના કરવા માટે ચૂંટણી કાર્યક્રમ યોજાયો…વાપી મુકામે આર.કે.દેસાઈ કોલેજ ઓફ એજ્યુકેશનમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીનાં ધારાધોરણ મુજબ તાલીમાર્થી પ્રતિનિધિમંડળની રચના કરવા માટે ચૂંટણી યોજવામાં આવી હતી. તેમાં કોલેજના જી.એસ.(સામાન્ય મંત્રી)તરીકે નાયક અર્પણ તથા એલ.આર. તરીકે પટેલ ટ્વીષા ની નિમણુંક થઈ હતી. આ સાથે અન્ય મંત્રીઓમાં પ્લાનિંગ ફોરમના મંત્રી ધુમાડા ભાવના, નાણાં સમિતિના મંત્રી પટેલ કેની, પ્રાર્થના સમેલનના મંત્રી નાયકા હિતેશ, પ્રવાસ સમિતિના મંત્રી પટેલ પ્રિયા, સાંસ્કૃતિક સમિતિના મંત્રી પટેલ રિદ્ધિ, સહ- અભ્યાસિક સમિતિના મંત્રી સિંઘ પ્રિયા, સોશિયલ મીડિયા સમિતિના મંત્રી પટેલ રાહુલ, પર્યાવરણ સમિતિના મંત્રી ખાન સાયરા, જીમખાના સમિતિના મંત્રી પટેલ ભાવેશ, બુલેટિન બોર્ડ સમિતિના મંત્રી અંસારી તબ્બાસુમ, મેગેઝીન સમિતિના મંત્રી પટેલ ચિત્ર આ બધા મંત્રીઓ તરીકે ચૂંટાયા હતા.ચૂંટણીના પરિણામ જાહેર થયા બાદ ચૂંટાયેલા પ્રતિનિધિઓએ પ્રતિજ્ઞા લીધી હતી.ચૂંટણી પ્રક્રિયાનું આયોજન તથા સંચાલન પ્રા. અક્ષય ટંડેલ દ્વારા કરવામાં આવ્યું હતું. સર્વ ચૂંટાયેલા પ્રતિનિધિ મંડળ ને સંસ્થાના ચેરમેન શ્રી મિલન દેસાઈ સાહેબ તથા આચાર્ય ડૉ. પ્રીતિ ચૌહાણ એ અભિનંદન તથા શુભેચ્છાઓ પાઠવી હતી।

प्लीज लाइक सेयर एण्ड कॅमेन्ट करे।

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

You may also like