આજરોજ કોરોમંડલ કંપનીના સહયોગથી શ્રી કે ડી બોરલાઈવાલા હાઈ સ્કૂલમાં રમતોત્સવનું આયોજન થયું।
આજરોજ કોરોમંડલ કંપનીના સહયોગથી શ્રી કે ડી બોરલાઈવાલા હાઈ સ્કૂલમાં રમતોત્સવનું આયોજન થયું નેશનલ સ્પોર્ટ્સ ડે અંતર્ગત આજની સ્પર્ધાઓ યોજાઈ. સ્પર્ધામાં શ્રી આઇ .પી .ઓઝા પાલી કરંબેલી, શ્રી સ્વામી વિવેકાનંદ હાઇસ્કુલ માણેકપુર , સાર્વજનિક હાઈસ્કૂલ એકલારા એમ અન્ય ત્રણ સ્કૂલે પણ ભાગ લીધો .શાળામાં વોલીબોલ ,ખોખો ,કબડી, રસા ખેંચ ,દોડ ,ગોળા ફેંક બરછીફેક, ચક્ર ફેક, જેવી વિવિધ સ્પર્ધાઓ યોજવામાં આવી .આ પ્રસંગે કોરોમંડલ કંપનીના એન્વાયરમેન્ટ હેડ રાહુલ ત્યાગી ,પ્રોડક્શન મેનેજર નિલેશ માંગ ,સીએસઆર હેડ બ્રિજેશ પંચાલ , આસિસ્ટન્ટ મેનેજર એચ. આર .કૃપલ પટેલ હાજર રહ્યા હતા .શાળાના આચાર્યશ્રીઓ શ્રી તુષારભાઈ, શ્રી ધર્મેશભાઈ, શ્રી ગણેશભાઈ તેમજ યજમાન શાળાના આચાર્યા શ્રીમતી ધરાબેન ઉપસ્થિત હતા .સ્પર્ધાને અંતે વિજેતાઓને ઇનામથી પ્રોત્સાહિત કરવામાં આવ્યા .સહુ સ્પર્ધક મિત્રોને પ્રોત્સાહન ઇનામ પણ આપવામાં આવ્યું. રમત માટે આજનો દિન પ્રેરણા રૂપ બન્યો।
प्लीज लाइक सेयर एण्ड कॅमेन्ट करे।
Average Rating