કોમ્બીંગ નાઇટ રાઉન્ડ દરમ્યાન ઈગ્લીશ દારૂનો ગણનાપાત્ર કેશ શોધી કાઢતી વાંકાનેર સીટી પોલીસ ટીમ।

કોમ્બીંગ નાઇટ રાઉન્ડ દરમ્યાન ઈગ્લીશ દારૂનો ગણનાપાત્ર કેશ શોધી કાઢતી વાંકાનેર સીટી પોલીસ ટીમ।
Views: 170
1 0

Read Time:2 Minute, 55 Second

મ્હે.પોલીસ મહાનિરીક્ષક સાહેબ અશોકકુમાર યાદવ રાજકોટ રેન્જ રાજકોટ તથા મોરબી જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી મુકેશ પટેલ સાહેબ દ્વારા મોરબી જીલ્લામાં પ્રોહી-જુગારની બદીઓ દુર કરવા કડક સુચના કરેલ હોય જેથી નાયબ પોલીસ અધિક્ષકશ્રી એસ.એચ સારડા સાહેબ વાંકાનેર વિભાગ,વાંકાનેરનાઓના માર્ગદર્શન અને સુચના મુજબ વાંકાનેર સીટી પો.સ્ટેના સ્ટાફના માણસો કામગીરી કરવા પ્રત્યનશીલ હોય દરમ્યાન આજરોજ તા.૨૪/૦૧/૨૦૨૬ ના રોજ કોમ્બીંગ નાઇટ રાઉન્ડ દરમ્યાન વાંકાનેર હરસિધ્ધી હોટલ પાસે રોડ ઉપરથી મારૂતી સ્વીફટ કાર તથા મારૂતી ઇકો કારમાથી ભારતીય બનાવટના પરપ્રાંતના વિદેશી દારૂની જુદી જુદી બ્રાન્ડની નાની મોટી બોટલો કુલ-૪૭૨ કુલ કિ.રૂ.૩,૯૬,૮૫૦/- તથા અન્ય મુદામાલ મારૂતી સ્વીફટ કાર કિ.રૂ.3,00,000/- તથા મારૂતી ઇકો કાર કિ.રૂ.૪,00,000/- તથા મોબાઇલ ફોન નંગ-૦૪ કિ.રૂ.૧૨,૫૦૦/- મળી કુલ મુદામાલ કિ.રૂ.૧૧,૦૯,૩૫૦/- નો મુદામાલ પકડી પાડી વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં પ્રોહીધારા હેઠળ ગુનો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.પકડાયેલ આરોપી-:-(૧) દિપાલ મુકેશભાઇ સંખેસરીયા/કોળી ઉવ.૨૨ રહે.વાંકાનેર હરસિધ્ધી હોટલની બાજુમા જી.મોરબી(૨) બાદલ રસીકભાઈ કાંજીયા/કોળી ઉવ.૨૪ રહે.મોરબી લાભનગર-૨,ધરમપુર રોડ જી.મોરબી(3) ઇન્દ્રજીત રાજુભાઇ ગોસ્વામી/બાવાજી ઉવ.૨૩ ધંધો.ડ્રાઇવીંગ રહે.કેરાળા તા.વાંકાનેર જી.મૌરબી(૪) હરદીપભાઈ કાઠી રહે.થાન મફતીયાપરા જી.સુરેન્દ્રનગર (પકડવા પર બાકિ)> સારી કામગીરી કરનાર અધિકારી/કર્મચારીઓ:-શ્રી એચ.એ.જાડેજા સાહેબ પો.ઈન્સ.વાંકાનેર સીટી પો.સ્ટે. તથા વાંકાનેર સીટી પો.સ્ટે.ના પો.હેડ.કોન્સ યશપાલસિંહ પરમાર તથા રવિભાઇ લાવડીયા તથા ધર્મેન્દ્રભાઇ વાધડીયા તથા વિરેન્દ્રસિંહ ઝાલા તથા વિશ્વરાજસિંહ ઝાલા તથા બળદેવસિંહ જાડેજા તથા પો.કોન્સ. રાણીંગભાઇ ખવડ તથા ડ્રા.પો.કો.જયદીપભાઇ ડાભીનાઓ જોડાયેલ હત।

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

You may also like