તારીખ ૨૩/૦૧/૨૦૨૬ ને રોજ શુક્રવારે PM SVANidhi યોજના હેઠળ ભારતભરમાં ૧ લાખ ભારતીઓને લોન વિતરણ અને ક્રેડિટ કાર્ડ ના શુભારંભ કાર્યક્રમ ।

માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી સાહેબના વરદ હસ્તે તિરુવનતમપુરમ કેરળ ખાતે યોજવામાં આવેલ,જેને અનુરૂપ અત્રેની વાપી મહાનગરપાલિકાના NULM વિભાગ દ્વારા શ્રી રાજ્જુશ્રોફ ઓડિટોરીયમ ખાતે PM Swanidhi યોજના હેઠળના લાભાર્થીઓને યોજના અંગે માહિતગાર કરવાના હેતુસર કાર્યક્રમ યોજવામાં આવેલ છે. જેમાં લાભાર્થીઓને ૧૫૦૦૦,૨૫૦૦૦ અને ૫૦૦૦૦ ની લોનની મંજૂરી મળેલ લાભાર્થીઓને ચેક વિતરણ કાર્યક્રમ રાખવામાં આવ્યો. જેમાં 15 જેટલા લાભાર્થીઓને માન. નાયબ કમિશનર શ્રી અશ્વિન પાઠકના વરદ હસ્તે ચેક વિતરણ કરવામાં આવ્યું. આ પ્રોગ્રામ માં ૨૦૦ થી પણ વધારે શેરી ફેરીયાઓ હાજર રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆતમાં શ્રી અશ્વિન પાઠક નાયબ મ્યુનિસિપલ કમિશનર દ્વારા પ્રાસંગિક ઉદબોધન કરવામાં આવ્યુ તથા પ્રોજેક્ટ ઓફિસર શ્રી રામચંદ્ર દેસાઈ દ્વારા શેરીફેરીયા ઓને PM SVANIDHI યોજના વિશેની વિસ્તૃત માહિતી આપવામાં આવી તેમ જ ક્રેડિટ કાર્ડ વિશેની પૂર્ણ માહિતી આપવામાં આવી. સદર કાર્યક્રમમાં સિટી મેનેજર કૃતિકાબેન ચૌહાણ તથા પિયુષભાઈ ચૌધરી હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો।
Average Rating